બજારનો મોંઘો નહીં પણ ઘરે જ બનાવો હેલ્ધી પ્રોટીન પાવડર, માત્ર આટલી સામગ્રીઓમાં

આજકાલ દૂધમાં અમુક પ્રકારના પ્રોટીન પાવડર મિક્સ કરવાનું ચલણ વધી રહ્યું છે. બજારમાં ઘણા પ્રકારના પ્રોટીન પાવડર ઉપલબ્ધ છે, જેના માટે એવો દાવો કરવામાં આવે છે કે તેને દૂધમાં ભેળવીને પીવાથી બાળકોના શરીર અને મગજનો વિકાસ થાય છે. વળી, સ્ત્રીઓ માટે, ત્રીસ વર્ષ પછી, દૂધમાં વિવિધ પ્રકારના પાવડર મિલાવીને પીવાનું કહેવામાં આવે છે. જોકે દૂધમાં પ્રોટીન મિક્સ કરી પીવાથી શરીરની નબળાઇ દૂર થાય છે તેમજ શરીરનો વિકાસ સારી રીતે થાય છે. પરંતુ આવા પાવડર ખૂબ ખર્ચાળ હોય છે.

એટલે જ તો આજે અમે તમને ઘરે સ્વસ્થ અને આરોગ્યથી ભરપુર પ્રોટીન પાવડર બનાવવાની રેસીપી આપી રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે કેવી રીતે પ્રોટીન પાવડર બનશે.

પ્રોટીન પાવડર બનાવવા માટે સામગ્રી
પ્રોટીન બેઝ, પ્રોટીનયુક્ત બીજ જેવાકે પમ્પકીન સીડ, અળસી, વગેરે,, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો માટે બદામ, કાજુ, જેવા સુકામેવા, ઉપરાંત સુગંધ માટે ઈલાયચી કે તજ

પ્રોટીન બેઝ
હવે તમને થશે થશે કે આ પ્રોટીન બેઝ શું છે? તો ચાલો તમને જણાવીએ કે પ્રોટીન પાવડર બનાવવા માટે પ્રોટીન બેઝની જરૂર પડશે અને તે કોઈ પણ સ્થાનિક બજાર અથવા ઓનલાઇન સ્ટોર પર ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ ચીજ છે. વનસ્પતિમાંથી મળતું પ્રોટીન (પ્લાન્ટ બૅઝડ પ્રોટીન) સૌથી વધુ યોગ્ય ગણાય છે.

પ્રોટીન યુક્ત બીજ
સ્વાભાવિક રીતે, ઘણા બધા બીજ છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. પ્રોટીન પાવડર બનાવવા માટે તે એક મુખ્ય સ્રોત છે. તમે સૂરજમુખી બીજ, ચિયા બીજ,પમ્પકીન બીજ અથવા બ્રાઉન રાઇસ બીજ જેવા બીજ લઈ શકો છો

સુકા મેવા અને નટ્સ
તમે પ્રોટીન પાવડરને સ્વસ્થ તેમજ સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં કોઈપણ નટ્સ ઉમેરી શકો છો. કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, મગફળીમાં એન્ટીઑકિસડન્ટો અને વિટામિન વધુ પ્રમાણમાં હોય છે. પ્રોટીન પાવડર બનાવતી વખતે તમે આમાંના કોઈપણ મનપસંદ નટ્સનો ઉપયોગ કરી શકો છો.

થોડો એક્સ્ટ્રા સ્વાદ સુગંધ પણ ઉમેરો
પ્રોટીન પાવડરને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવવા માટે તમે તેમાં કેટલાક સુગંધિત તત્વો પણ મિક્સ કરી શકો છો. જો તમે બાળક માટે પાવડર બનાવતા હોવ તો કોકો પાવડર ઉમેરો. તમે કેસર, કાળા મરી પાવડર, સૂકા તુલસીના પાન પણ ઉમેરી શકો છો.

Leave a Reply