ખુબસુરત મલાઈકા અરોરા રોગ પ્રતિકારક શક્તિ વધારવા પીવે છે આ ખાસ ડ્રિંક, જણાવી રેસિપિ અને પીવાની સાચી રીત પણ

મુંબઈ: કોરોના વાયરસના ખતરાના કારણે અત્યારે લોકો માટે સ્વસ્થ રહેવું જ પ્રાથમિકતા બની ગઈ છે. અત્યારે લોકો હેલ્ધી ફૂડ્સની સાથે-સાથે ઈમ્યૂનિટી વધારતા ઉપાય પણ કરી રહ્યા છે. પીએમ મોદીએ પણ લોકોને અપીલ કરી હતી કે, બધાંએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા નવશેકું પાણી અને ઉકાળાનું નિયમિત સેવન કરવું જોઇએ. તાજેતરમાં જ મલાઇકા અરોરાએ પણ એક સ્પેશિયલ રેસિપિ શેર કરી છે, જેની મદદથી પણ રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.


મલાઇકાએ શેર કરી મેજિક ડ્રિંકની રેસિપિ
તેણે એક વિડીયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું, આ એક મેક ઇન ઇન્ડિયા હોમ રેસિપિ છે. આ વર્ષો જૂની પારંપારિક રીત છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકાય છે. આંબળા, સફરજન સિડેર વિનેગર, ઑર્ગેનિક હળદર, આદુ અને પેપરકોર્નની મદદથી તમે આ મેજિક ડ્રિંક બનાવી શકો છો.

આ વિડીયોમાં મલાઇકા આંબળાં, આદુ, હળદર અને પેપરકોર્ન મિક્સરમાં નાખે છે. આ સિવાય થોડું એપલ વિનેગર અને પાણી પણ નાખે છે. આ ડ્રિંકમાં વિટામિન સી ભરપૂર હોય છે અને તે રોગ પ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે.


આ સિવાય મલાઇકાએ પાણી પીવાની સાચી રીત પણ જણાવી છે. તેણે કહ્યું હતું કે, બેસીને ધીરે-ધીરે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વધુમાં તેણે કહ્યું માર્કેટમાં આપણે નવી-નવી કસરતો અને આદતો જોઇએ છીએ. ફિટનેસ માટે ઘણા ઉપાય અજમાવવામાં આવે છે. માર્કેટમાં ઘણા સુપરફૂડ્સ પણ છે. આપણે તેમની પાછળ ભાગીએ છીએ, પરંતુ હંમેશાં બેઝિક્સ જ ભૂલી જઈએ છીએ. યોગ્ય રીતે પાણી પીવું એ પણ તેમાંનું જ એક છે. તે આપણી એનર્જીનો બહુ મોટો સોર્સ છે.

Leave a Reply