વર્ષો જૂની કબજિયાતથી છુટકારો આપીશે આ રસોડાની એક વસ્તુનું આ રીતે બનાવેલું ડ્રિંક, છે રામબાણ ઇલાજ

અમદાવાદઃ ભારતમાં મસાલાઓમાં મહત્વનું સ્થાન ધરાવતી મેથી લીલા શાક તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનાં બીજ શાક-દાળ કે કઢીમાં વઘાર માટે વપરાય છે. આ દાળ-શાકનો સ્વાદ વધારવાની સાથે-સાથે વિવિધ પકવાનોમાં પણ ઉપયોગમાં લેવાય છે.

મેથીના ઉપયોગથી સ્વાદમાં વધારો થાય છે. ઘણા લોકોને રાત્રે કબજિયાતની સમસ્યા બહુ સતાવે છે, આ સમસ્યાથી બચવા માટે પણ મેથી દાણાનું સેવન કરવાનું કહેવામાં આવે છે. જેનાથી અનિંદ્રા અને કબજિયાતની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.


કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે એક ચમચી મેથીને બે ગ્લાસ પાણીમાં ઉકાળો. ખાસ ધ્યાન રાખવું કે, મેથીનો રંગ પાણીમાં બરાબર આવી ન જાય ત્યાં સુધી પાણીને ઉકાળવું. ત્યારબાદ આ પાણીને ગાળી લો અને થોડું ઠંડુ પડવા દો. પાણી નવશેકું રહે એટલે એક-એક ઘૂંટડો કરીને તેનું સેવન કરો. આ રીતે મેથીનું પાણી પીવાથી ઘણા ફાયદા મળે છે.


કબજિયાતથી લઈને આ સમસ્યાઓમાં મળશે રાહત
જો તમે કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય તો મેથીનું પાણી રામબાણ ઇલાજ તરીકે કામ કરશે. તે પાચન સુધારવાની સાથે-સાથે પેટ સાથે સંકળાયેલ ઘણો બીજી સમસ્યાઓના ઘરેલું ઉપચાર માટે પણ પ્રભાવી રીતે કાર્ય કરે છે. અનિંદ્રાની સમસ્યાને દૂર કરી સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય માટે આ ડ્રિંક બીજા ઘણા ફાયદા આપે છે.


મેથીનાં બીજનું સેવન કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત કરવા, કિડની સાથે જોડાયેલ સમસ્યાઓમાં રાહત મેળવવા, ડાયાબિટીસના જોખમને ઘટાડવા, હાર્ટ સાથે સંકળાયેલ સમાસ્યાના ખતરાને ઘટાડવા અને ભરાવદાર વાળ મેળવવા થાય છે. સાથે-સાથે ફેફસાં સાથે સંકળાયેલ સમસ્યામાં પણ રાહત મળે છે. જોકે ખાસ ધ્યાન રાખવું કે, આ ડ્રિંકનું સેવન અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ જ કરવું.

Leave a Reply