સાવધાન! જો માઈક્રોવેવમાં આ વસ્તુઓ ગરમ કરો છો, તો નુકસાન ભોગવવા તૈયાર રહેજો

અમદાવાદ: કેટલાક ફૂડ એવા હોય છે જેને તમે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરો છો તો તેના ન્યૂટ્રિએન્ટ્સનું પ્રમાણ ઓછું થઇ જાય છે. એવી અનેક ચીજો છે જેને માઇક્રોવેવ ઓવનમાં રાખવામાં આવે તો તે ઓવનને પણ ખરાબ કરી શકે છે. આ માટે ડાયટ એક્સપર્ટ આ ચીજોને માઇક્રોવેવમાં ન રાખવાની સલાહ આપે છે. આદિત્ય બિરલા હોસ્પિટલ, પુનાના ડાયટિશ્યિન નેહા શિરકે જણાવે છે આવી 8 ચીજોને વિશે જેને માઇક્રોવેવમાં રાખવાથી બચવું જોઇએ.

જાણો કઇ ચીજોને માઇક્રોવેવમાં ન રાખવી જોઇએ

  • દૂધ: માઇક્રોવેવ ઓવનમાં દૂધ ગરમ કરવાથી તેના પ્રોટીનનું પ્રમાણ ઘટે છે. આ માટે તેને માઇક્રોવેવમાં ગરમ કરવાનું ટાળો.
  • લીલા શાકભાજી: તેમાંના વિટામિન્સ અને મિનરલ્સ માઇક્રોવેવમાં સંપૂર્ણ રીતે ખતમ થઇ જાય છે.

  • કોબીજ, બ્રોકોલી: માઇક્રોવેવમાં ગરમ કરવાથી તેના એન્ટીઓક્સીડેન્ટ્સ નષ્ટ થઇ જાય છે. તેનાથી અન્ય ન્યૂટ્રિએન્ટ્સમાં ખામી આવે છે.
  • મીટ: માઇક્રોવેવમાં મીટ સંપૂર્ણ રીતે ચઢતું નથી. તેમાં બેક્ટેરિયા હોવાની સંભાવના રહે છે. તેનાથી બીમારીના ચાન્સ વધે છે.

  • પેપર બેગમાં રાખેલું ખાવાનું: પેપરથી નીકળતો ગેસ ટોક્સિન્સ પેદા કરે છે. તેનાથી ખાવાનાનો ટેસ્ટ બગડે છે. પેપર બેગથી નીકળતી હીટથી ઓવનમાં આગ લાગી શકે છે.
  • પ્લાસ્ટિક કંટેનર: તેમાં એવા કેમિકલ્સ હોય છે જેનાથી ખોરાકનો ટેસ્ટ બગડે છે. પેપર બેગથી નીકળતી હીટથી ઓવનમાં આગ પણ લાગી શકે છે.

  • ઇંડા: તેને ગરમ કરવાથી તેમાંથી હીટ નીકળે છે. તેનાથી માઇક્રોવેવમાં ફેલાવવા માટે જગ્યા મળતી નથી અને ઇંડું ફૂટી જાય છે.
  • એલ્યુમિનિયમ ફોઇલ: તેનાથી નિકળતો હાર્મફૂલ ગેસ ઓવનમાં આગ લગાવી શકે છે. ફૂડને એલ્યુમિનિયમ ફોઇલથી કાઢીને ગરમ કરો.

Leave a Reply