તમારી રોગ પ્રતિકારક શક્તિ બમણી કરી ભયાનક બીમારીઓથી બચાવશે આ પૌષ્ટિક દાળનો સૂપ

ગુણોથી ભરપૂર એવી મગની દાળ દરેક લોકોને સારી લાગે છે. જેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. આ દાળના સેવનથી શરીરને જરૂરી પોષક તત્વોનો અભાવ દૂર કરી શકાય છે. મગની દાળ ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો સામે પણ રક્ષણ આપે છે. આજે, મગની દાળનું પાણી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી:
જરૂરિયાત પ્રમાણે મગની દાળ, પાણી અને સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ મગની દાળનું પાણી બનાવવા માટે પ્રેશર કૂકરમાં બે કપ પાણી ગરમ કરો. પાણી ગરમ થાય એટલે સ્વાદ મુજબ મગ દાળ, હળદર અને મીઠું નાખો અને લગભગ 2 થી 3 સીટી આવે ત્યાં સુધી સીજવા દો. આ પછી દાળને સારી રીતે મેશ કરી લો. હવે તૈયાર છે મગની દાળનું પાણી…

ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થનારી બીમારી એ ખતરનાક રોગ છે.. આજકાલ આ બીમારી ઘણા લોકોમાં જોવા મળી રહી છે. એવામાં તમે મગની દાળના પાણીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ દાળના પાણીથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જેથી તમે ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીથી બચી શકો છો.

Leave a Reply