અમારા દાદીમા રસોડાની આ બે વસ્તુઓનો ઉપયોગ કરી વાળને રાખતા હતા કાળા ભમ્મર અને ઘટાદાર

અમદાવાદઃ કાળા મરી (Black Pepper) ખાવાથી ન માત્ર સ્વાસ્થ્ય સારૂ રહે છે પરંતુ ઇમ્યૂનિટી પણ વધે છે જેનાથી લોકો વાયરસ ઇનફેક્શનથી બચે છે. કાળા મરી ખાંસી, સર્દી, પાચનમાં સહાયક હોય છે. માત્ર આટલુ જ નહી આ હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

પરંતુ શુ તમે જાણો છો કે કાળા મરી વાળ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જી હાં જો તમારા માથામાં ડેન્ડ્રફ છે અને વાળ ખુબ જ ઝડપી ખરી રહ્યા છે તો કાળા મરી આ સમસ્યાથી તમને રાહત આપશે. આ સિવાય સફેદ વાળને કાળા કરવામાં કાળા મરી તમારી મદદ કરી શકે છે. આવો તમને જણાવીએ કે વાળમાં કાળા મરી લગાવવાથી કેવી રીતે ફાયદો પહોંચાડી શકે છે અને તમે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકો છો.

સફેદ વાળ માટે દહી અને કાળા મરીનો હેર પેક
જો તમે સફેદ વાળથી પરેશાન છો તો તમે તમારા વાળમાં કાળા મરી સાથે દહીથી બનેલા હેર પેકનો ઉપયોગ કરી શકો છો. કાળા મરી વાળને સમય પહેલા સફેદ થતા પહેલા રોકી શકો છો કારણ કે તેમા કોપરની ભરપૂર માત્રા હોય છે. દહી તમારા વાળને મોઇશ્ચરાઇજ કરે છે અને વિટામીન સીની અછતને દૂર કરે છે. આ હેર પેકને બનાવવા માટે તમારે એક બાઉલમાં 1 કપ દહી લેવાનું રહેશે. પછી તેમા 2 ચમચી કાળા મરીનો પાઉડર નાંખો અને મેળવો. તેના પછી તમે તેમા એક ચમચી મધ નાખો અને સારી રીતે મેળવી લો. હવે આ હેર પેકને તમારા વાળ અને સ્કાલ્પ પર લગાવો. અડધા કલાક બાદ તમારા વાળને શેમ્પૂથી ધોઇ નાંખો.

ડેન્ડ્રફ માટે કાળા મરી અને જૈતૂનના તેલનું હેર પેક
મોસમ બદલાતા જ વાળમાં ડેન્ડ્રફની સમસ્યા થઇ જાય છે આવામાં તમે કાળા મરી અને જૈતૂનના તેલથી માથા અને વાળમા મસાજ કરી શકો છો. જો તમે આ રીતને અઠવાડિયામાં બે વાર અજમાવો છો તો તમે ડેન્ડ્રફથી છૂટકારો મેળવી શકો છો. વાળથી ડેન્ડ્રફને હટાવવા માટે બાઉલમાં એક ચમચી કાળામરીનો પાઉડર નાંખો. પછી તેમા વર્ઝિન ઓઇલ નાંખો અને તેમા બંન્નેને સારી રીતે મિક્સ કરો. . તેના પછી તે બંન્નેમાં બે ચમચી લિંબૂનો રસ ભેળવી દો. હવે તેને તમારા સ્કાલ્પ પર લગાવો અને 1 કલાક અથવા સપૂર્ણ રાત સુધી રેહવા દો. આગલા દિવસે તેને તમે શેમ્પૂથી ધોઇ નાંખો. આથી તમને ડેન્ડ્રફને રોકવામાં તમને મદદ મળશે.

Leave a Reply