નવરાત્રી: સર્વાર્થસિદ્ધ યોગમાં પડશે મા દુર્ગા કુમકુમ કેરા પગલાં, થઇ શકે છે આ મોટી ઊથલપાથલ

શારદીય નવરાત્રિ નવદુર્ગાની ઉપાસનાનો પર્વ છે, જે દર વર્ષે શ્રાદ્ધ પૂર્ણ થયા પછી જ શરૂ થાય છે, પરંતુ આ વર્ષે અધિકમાસ હોવાને કારણે નવરાત્રિ 25 દિવસ પછી એટલે 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે અને 25 ઓક્ટોબર સુધી રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ વખતે આઠમ અને નોમ એક જ દિવસે હોવા છતાં નવરાત્રિમાં દેવી આરાધના માટે નવેનવ દિવસ મળશે, સાથે જ પ્રોપર્ટી, વાહન અને અન્ય વસ્તુઓની ખરીદદારી માટે નવરાત્રિમાં દરરોજ શુભ મુહૂર્ત રહેશે. દેવી ભાગવત પ્રમાણે, આ વર્ષે શનિવારે ઘટ સ્થાપના હોવાથી દેવીનું વાહન ઘોડો રહેશે. તેના પ્રભાવથી પાડોશી દેશ સાથે તણાવ વધવાની આશંકા છે અને દેશના રાજકારણમાં ઊથલપાથલ પણ થઇ શકે છે.

આઠમ અને નોમ 24 ઓક્ટોબરના રોજઃ-

17 ઓક્ટોબરે એકમ તિથિમાં ઘટ સ્થાપના કરવામાં આવશે. ત્યાર બાદ 18મીએ નવરાત્રિનો બીજો દિવસ, 19મીએ ત્રીજો, 20મીએ ચોથો, 21મીએ પાંચમો, 22મીએ છઠ્ઠો, 23મીએ સાતમો દિવસ રહેશે. 24 તારીખે સૂર્યોદય સમયે આઠમ અને બપોર પછી નોમ તિથિ રહેશે, એટલે ધર્મસિંધુ ગ્રંથ પ્રમાણે બીજા દિવસે સાંજના સમયે એટલે વિજય મુહૂર્તમાં દસમ તિથિ હોવાથી 25 ઓક્ટોબરે દશેરા ઊજવવામાં આવશે.

દરરોજ શુભ મુહૂર્તઃ-
આ વર્ષે ઘટ સ્થાપના શુભ મુહૂર્તમાં થશે, એટલે સર્વાર્થસિદ્ધિયોગમાં નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે પૂજા ઉપાસનામાં અભીષ્ટસિદ્ધ થશે. સાથે જ દશેરા સુધી ખરીદદારી માટે ત્રિપુષ્કર, સૌભાગ્ય અને રવિયોગ જેવાં ખાસ મુહૂર્ત પણ રહેશે. આ શુભ સંયોગમાં પ્રોપર્ટી, વાહન, ફર્નિચર, ભૌતિક સુખ-સુવિધાઓના સામાન અને અન્ય પ્રકારનાં માંગલિક કામો માટે ખરીદદારી કરવી શુભ રહેશે.

આ વર્ષે દેવીનું વાહન ઘોડો રહેશેઃ-
દેવી ભાગવત ગ્રંથ પ્રમાણે, જોકે માતા દુર્ગાનું વાહન સિંહ છે, પરંતુ આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે નવરાત્રિએ દેવી અલગ-અલગ વાહનથી ધરતી ઉપર આવે છે. નવરાત્રિનો પહેલો દિવસ શનિવાર હોવાના કારણે માતા દુર્ગા ઘોડાની સવારી કરીને પૃથ્વી ઉપર આવશે, ત્યારે પાડોશી દેશ સાથે યુદ્ધ, ગૃહ યુદ્ધ, તોફાન-વાવાઝોડું અને સત્તામાં ઊથલપાથલ જેવી ગતિવિધિઓ વધવાની સંભાવના રહે છે, સાથે જ નવરાત્રિનો છેલ્લો દિવસ રવિવાર હોવાથી દેવી ભેંસ ઉપર સવાર થઇને પાછાં ફરશે. તેના શુભ ફળ પ્રમાણે દેશમાં રોગ અને શોક વધવાની આશંકા છે

Leave a Reply