મોંથી શ્વાસ લેવો છે નુકસાનકારક, જાણો શું નુકસાન થાય છે તેનાથી શરીરને

અમદાવાદઃ કોરોના કાળમાં શરીર અને બીજી ઘણી બાબતોને બહુ નુકસાન તો થયાં જ છે, પરંતુ તેનાથી લોકોના જીવનમાં કેટલીક સારી આદતો પણ પડી છે, જેના વિશે જણાવી રહ્યા છીએ અમે આજે અહીં. આપણો દેશ ઋષિ-મુનીઓની ધરતી છે, અહીં આજે પણ યોગ-પ્રાણાયમનું મહત્વ બહુ વધુ છે. સતત આવતા બદલાવોના કારણે આપણે આપણા વારસાને જ ભૂલો ગયા હતા, જેના મહત્વને કોરોનાએ સમજાવી દીધું સૌને, આજે અમે તમને આવી જ કેટલીક મહત્વની બાબતો વિશે જણાવી રહ્યા છીએ અહીં.


ઊંડો શ્વાસ લેવો

  • અત્યારે મોટાભાગના લોકો એ વાતનું ધ્યાન આપવા લાગ્યા છે કે, તેઓ કેવી રીતે શ્વાસ લઈ રહ્યા છે અને કઈ રીતે વધુમાં-વધુ ઓક્સિજનનું ગ્રહણ કરી શકાય. ઓક્સિજન શરીરમાં પહોંચી બ્લડ ફ્લોને રેગ્યુલેટ કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
  • શ્વાસને થોડા સમય માટે રોકવો પણ એટલું જ જરૂરી છે, જેટલું જરૂરી શ્વાસ લેવાનું છે. પરંતુ આ બાબતે કોઇ ધ્યાન નથી આપતું. આપણે ઊંડો શ્વાસ લઈને અને પછી ફેફસાંમાં થોડા સમય સુધી ઓક્સિજનને ભરી રાખીએ તો તેનાથી ફેફસાં મજબૂત બને છે.


મોંની અપેક્ષાએ નાકથી શ્વાસ લેવો

  • આપણામાંથી મોટાભાગના લોકો નાકથી જ શ્વાસ લે છે, પરંતુ ઊંઘમાં ઘણા લોકો મોંથી શ્વાસ લેવા લાગે છે. કેટલાક લોકો તો દિવસના સમયે પણ મોંથી શ્વાસ લેવા લાગે છે. પરંતુ મોં કરતાં નાકથી શ્વાસ લેવો જ વધુ ફાયદાકારક છે.
  • નાકની અંદર રહેલ વાળ અને ચીકણું પ્રવાહી હવામાં રહેલ ઝીણા રજકણોને શ્વાસનળી સુધી પહોંચવા નથી દેતાં. આ રજકણો નોસ્ટલ્સના આ વાળમાં જ ચીકણા પ્રવાહી સાથે ચોંટી જાય છે અને શરીરમાં જઈ શકતા નથી.


નાકથી શ્વાસ લેવાનાઅ ફાયદા

  • જે લોકો દિવસે અને રાત્રે સૂતી વખતે એમ હંમેશાં નાકથી જ શ્વાસ લે છે, તેમને અસ્થમા, નસકોરા જેવી સમસ્યાઓથી બચવામાં મદદ મળે છે.
  • હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે, જે લોકો શ્વાસ લેવાની યોગ્ય રીત અને રિધમનું ધ્યાન રાખે છે, તેમને વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
  • નાકથી શ્વાસ લેવાથી બદલાતી ઋતુના કારણે થતી કેટલીક એલર્જીના કારણે બચી શકાય છે. મગજ અને શરીરમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રહે છે. તેનાથી સ્ટ્રેસનું સ્તર ઘટે છે. એકાગ્રતા જાળવવામાં મદદ મળે છે.


મોંથી શ્વાસ લેવાથી થતાં નુકસાન

  • મોંથી શ્વાસ લેવાથી શરીરને ઘણાં નુકસાન થાય છે. મોંથી શ્વાસ લેવાની આદતના કારણે જ લોકોને નસકોરાની સમસ્યા શરૂ થાય છે.
  • મોંથી શ્વાસ લીધા બાદ છાતિ ભારે લાગવી, જકડાઇ જવી, થાક અનુભવાવો જેવી સમસ્યાઓ થાય છે, જે લોકો મોંથી શ્વાસ લે છે, તેમને વારંવાર મોં સૂકાઇ જવાની સમસ્યા થાય છે અને મોંમાં ડ્રાયનેસની સાથે હોઠ વધુ ફાટવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.


યોગનું મહત્વ સમજાયું

  • આ વાત સ્વીકારવામાં જરા પણ સંકોચ ન થવો જોઇએ કે, આપણી પેઢીને યોગની નજીક લાવવાનું કામ યોગ ગુરૂ બાબા રામદેવ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. પરંતુ તેમની વર્ષોની આ મહેનત બાદ કોરોનાથી બચવા લોકો યોગ તરફ સૌથી વધુ આકર્ષાયા છે.


ધુમ્રપાનથી દૂર રહેવા લાગ્યા
તાજેતરમાં જ એવા રિપોર્ટ આવ્યા હતા કે, યૂકેમાં આ ચાર મહિનાઓમાં લગભગ 10 લાખ લોકોએ સ્મોકિંગ છોડી દીધું. તેમાં એ લોકોની સંખ્યા બહુ વધુ છે, જેમણે કોરોનાના કારણે જ સ્મોકિંગને સંપૂર્ણપણે છોડવાનું નક્કી કર્યું હોય.

Leave a Reply