એવા માસ્ક જે 93 ટકા વાઇરસનો ખાત્મો બોલાવશે તે પણ માત્ર 5 જ મિનિટમાં, જાણો શું છે કિંમત?

મુંબઈ: કોરોના વાયરસ રોગચાળો ફેલાવાની શરૂઆતની સાથે જ N-95 માસ્ક ખૂબ ચર્ચામાં આવ્યુ હતુ. વાલ્વ વાળા આ રેસ્પિરેટર માસ્કના વિશે કહેવામાં આવ્યુ છે કે, તે કોરોના વાયરસને રોકવામાં ઘણું કારગાર છે. આ માસ્ક પહેલાં કરતાં ઘણું મોંઘુ છે. તેનું નકલી વર્ઝન, ડુપ્લીકેસી અને કાળાબઝારીના સમાચારો સામે આવ્યા, પરંતુ થોડા દિવસો પહેલાં વિશેષજ્ઞોનાં મત બાદ કેન્દ્ર સરકારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, વાલ્વવાળા N-95 માસ્ક કોરોનાને રોકવામાં કારગર નથી. હવે સવાલ એ છેકે, આખરે ક્યું માસ્ક કોરોના વાયરસથી પુરી રીતે સુરક્ષા આપી શકે છે.


કોરોના વાયરસ સામે લડતા માસ્ક અંગે મુંબઈથી એક મોટા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં, મુંબઇ સ્થિત સ્ટાર્ટઅપમાં એક માસ્ક બનાવ્યુ છે જે ફક્ત કોરોના વાયરસથી બચાવતું જ નથી, પરંતુ તેને મારવામાં પણ અસરકારક છે. આ માસ્ક કોરોના વાયરસને મોં અને નાક દ્વારા શરીરમાં પ્રવેશતા અટકાવે છે અને પાંચ મિનિટથી ઓછા સમયમાં લગભગ 93 ટકા વાયરસને ખતમ કરે છે.


મુંબઇ સ્થિત સ્ટાર્ટઅપ થર્મસેન્સે આ વિશેષ માસ્કને તૈયાર કર્યુ છે. કંપનીનો દાવો છે કે, આ માસ્ક કોરોના વાયરસને શરીરમાં પ્રવેશતા રોકે છે, સાથે જ માસ્કના બાહ્ય પડમાં વળગી રહેલા વાયરસને સંપૂર્ણપણે ખતમ કરે છે. તેને કોરોના વાયરસ માટે કિલર માસ્ક પણ કહેવામાં આવી રહ્યું છે.


આ માસ્કને લઈનેશે કંપનીના દાવાઓ પર વિશ્વાસ વધી રહ્યો છે કારણ કે માત્ર અમેરિકન લેબ જ નહીં, પરંતુ ભારતીય લેબે પણ તેને મંજૂરી આપી દીધી છે. આનો અર્થ એ છે કે માસ્ક બનાવતા નિષ્ણાતો દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે, તે આ બધા દાવા ઉપર ખરું ઉતર્યુ છે.


મુંબઇ સ્થિત સ્ટાર્ટઅપ થર્મસેન્સ માને છે કે તેના માસ્કને આઈએસઓ (International Standardization Organization) સર્ટિફાઇડ અમેરિકન લેબ્સ અને ભારતમાં પરીક્ષણ અને કેલિબ્રેશન પ્રયોગશાળાઓ માટે નેશનલ એક્રેડેશન બોર્ડ (NABL)થી માન્યતા પ્રાપ્ત લેબ દ્વારા માસ્કનાં ઉત્પાદન અને ઉપયોગ માટે અનુમતિ આપી દેવામાં આવી છે.


કેટલો ખર્ચ થશે?
આ માસ્ક વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 300 થી 500 રૂપિયાની વચ્ચે હશે. જો કે આ માસ્ક હજી સુધી બજારમાં આવ્યું નથી, પરંતુ તે ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે એવો દાવો કરવામાં આવે છે. તે ફરીથી વાપરી શકાય તેવું માસ્ક હશે એટલે કે તે ઘણી વખત ઉપયોગમાં લઈ શકાય છે.


કેટલી વાર માસ્કનો ઉપયોગ કરી શકો છો?
આ માસ્કનો ઉપયોગ તમે કેટલી વાર કરી શકો છો, તે તેના પર નિર્ભર રહેશે કે, તમે તેને કેટલી વાર ધોવો છો. કંપનીના જણાવ્યા મુજબ, માસ્કમાં વપરાતું ફેબ્રિક 60થી વધુ વખત ઔદ્યોગિક ધોવાણ અને 100થી વધુ વખત વોશિંગ મશીનનાં ધોવાણ સામે ટકી શકે છે. બીજી બાજુ, જો તમે તેને હાથથી સાફ કરો છો, તો તે 150થી વધુ ધોવાણ સામે ટકી શકશે.

Leave a Reply