નંદલાલને પંજરી બહુ ભાવે, જો હજી ના બનાવી હોય તો આ રીતે માખણચોરની મનપસંદ પંજરી બનાવી લો

અમદાવાદઃ આજે આપણે જન્માષ્ટમીના પ્રસંગે ધાણાની પંજરી બનાવતા શિખવાડીશુ જે ખૂબ સહેલાઈથી બની શકે છે. સામાન્ય રીતે જીરું પાવડર સાથે ખાંડ, ઘી, કાજુ, બદામ, પીસ્તા, કીસમીસ અને માવો નાખીને પંજરી તૈયાર કરવામાં આવે છે. પંજરી આપણે શ્રી કૃષ્ણની હવેલીમાં પ્રસાદ રૂપે લેતા હોઈએ છીએ. જો કે જીરું પાવડરના બદલે લોટનો ઉપયોગ કરીને પણ પંજરી બનાવી શકાય છે. પંજરી પાચનતંત્ર માટે પણ સ્વાસ્થ્યદાયી છે.

સામગ્રી :

  • 100 ગ્રામ – સૂકા ધાણાનો પાવડર
  • 50 ગ્રામ – માવો
  • 100 ગ્રામ – ટોપરાનું છીણ
  • 4 પીસેલી નાની ઈલાયચી
  • 2 મોટી ચમચી સૂકા મેવા પીસેલા

બનાવવાની રીત

  • સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો શેકી લો.
  • હવે તેમાં ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ શેકી લો.
  • મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમાં કોપરુ અને બુરુ ખાંડ નાખી મિક્સ કરી લો.
  • હવે તેમાં વાટેલી ઈલાયચી અને તેમા સુકામેવા, મખાના, કિશમિશ મિક્સ કરો.
  • પંજરીને સારી રીતે ભેળવો.મિશ્રણને એકસાર કરી લો.

તો તૈયાર છે પંજરી.

Leave a Reply