ગર્ભાવસ્થામાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, જો કર્યું આ ત્રણ વસ્તુઓનું સેવન તો……..

અમદાવાદઃ ગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના દરેક મહિલાઓ માટે ખુબ જ ખાસ અને યાદગાર હોય છે. આ દરમિયાન તેને પોતાની સાથે-સાથે ગર્ભમાં રહેલા શિશુનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. સાથે જ ડાયટને લઇ સતર્ક રહેવું પડે છે. એવું નથી કે ગર્ભાવસ્થામાં મહિલાને ખુબ જ ખવરાવવું જોઇએ પરંતુ ડાયટ બેલેન્સ અને પોષણથી ભરપૂર હોવું જોઇએ.

જોકે, ગર્ભવતી મહિલાઓને 9 મહિનામાં ફળ, લીલા શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ એવી પણ વસ્તુઓ છે જેનાથી તેને બચવું જોઇએ. આ તે વસ્તુઓ છે જે પ્રેગ્નેન્સીમાં મહિલાઓ માટે પરેશાની થઇ શકે છે. જાણો ગર્ભવતી મહિલાઓને ક્યાં ફળોના સેવનથી બચવું જોઇએ.

કાચૂ પપૈયુ ન ખાવું જોઇએ
મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન કાચૂ પપૈયુ ન ખાવું જોઇએ. આવુ કરવાથી પ્રસવ જલ્દી થવાની સંભાવનાઓ વધી જાય છે. જો કોઇ મહિલાને ગર્ભકાળનો ત્રીજો અથવા અંતિમ માહ ચાલી રહ્યો છે તો તે ડોક્ટરની સલાહ લઇને પપૈયુ ખાઇ શકે છે. તેમા વિટામીન-સી અને અન્ય પોષક તત્વો હોય છે જે પાચનક્રિયાને મજબૂત કરે છે.

દ્રાક્ષ ખાવાનું ટાળો
ગર્ભાવસ્થાના અંતિમ ત્રિમાસિક ગાળામાં મહિલાએ દ્રાક્ષનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખરેખર તે ગરમ હોય છે જેના કારણે અકાળ વેદનાનો સામનો કરવો પડી શકે છે.

પાયનેપલનું સેવન પણ ટાળો
ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાઓનો અનાનસનું સેવન ટાળવું જોઇએ. જોકે પ્રેગ્નેન્સી દરમિયાન તેને ખાવાનું ટાળો તો ખુબ જ સારૂ છે કારણ કે તેના સેવનથી ખુબ જ જલ્દી પ્રસવ થવાની સંભાવના વધી જાય છે.

આ વસ્તુ જરૂરથી ખાવી જોઇએ
ગર્ભવતી મહિલાઓએ તાજા ફળો અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઇએ. પ્રોટિનયુક્ત ભોજનનું સેવન પણ આવી મહિલાઓ માટે સારૂ રહે છે. મોટા અનાજ અને ચોખાનું સેવન ગર્ભકાળમાં સારૂ રહે છે. આ સિવાય તેઓ જે કંઇ ખાય એ વાતનું ધ્યાન રાખે કે તેમા પ્રચુર માત્રામાં વિટામીન, પ્રોટીન અને બીજા અન્ય પોષક તત્વો જરૂરથી સામેલ હોય.

Leave a Reply