હવે આવ્યો રાજકોટનો વારો, રાજકોટીયન્સ થઇ જાઓ સાવધાન, કોરોના તમારી આસ-પાસ જ છે

રાજકોટઃ કોરોના વાયરસ નામના રાક્ષસને હરાવનાર દર્દીઓની સંખ્યા ગુજરાતમાં હવે 1 લાખને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં શુક્રવાર સુધી નોંધાયેલા કોરોનાના 1,20,498 કેસ સામે 1,01,101 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. રાજકોટ હાલ સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત બન્યું છે, ત્યારે આવનારા સમયને ધ્યાનામાં રાખીને મોટી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવા સંબંધી તકલીફો જોવા મળી રહી છે ત્યારે આ સ્થિતિમાં કૃત્રિમ રીતે એટલે સીધુ ઓક્સિજન કે વેન્ટીલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. આ માટે રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે 11 હજાર લિટરની લિક્વીડ ઓક્સીજનની ટેંક અને 950 લીટરની 4 ટેન્ક ઉપલબ્ધ છે. ઉપરાંત નજીકના ભવિષ્યમાં 20 હજાર લિટરની વધુ એક ટેંક ઈન્સ્ટોલ કરવામાં આવશે. આમ, આ વિકટ પરિસ્થિતમાં દર્દીઓના જીવ બચાવવા માટે પુરતો પ્રાણવાયુ ઉપલબ્ધ છે.

ઓક્સિજન સપ્લાય બાબતના ઇન્ચાર્જ નોડલ ઓફિસર જે.કે. નથવાણી કહે છે કે, કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજન એક મહત્વનું ઘટક છે. આ ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતા પ્રમાણ જથ્થો છે. ઓક્સિજનનો સપ્લાય બે પ્રકારે કરવામાં આવતો હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. લીક્વીડ ઓક્સિજનને સીધુ ઉપયોગમાં લઈ શકાતુ નથી, પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે.

ઉપરાંત ઓક્સિજનની સપ્લાય માટે ડી-ટાઈપના 60 સિલિન્ડર ઉપલબ્ધ છે. જેનો પણ જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ઓક્સિજનને જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતો જથ્થો છે.

ઉપરાંત ઓક્સીજનની ઉણપથી કોઈ દર્દીનો જીવ જોખમમાં ન મુકાય તે માટે 20 હજાર લીટરની વધુ એક ઓક્સીજન ટેંકનુ ઈન્ટોસ્ટોલેશનનુ કામ નજીકના ભવિષ્યમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આમ, પૂરતા પ્રમાણમાં ઓક્સીજન ઉપલબ્ધ છે અને ઉભી થનારી જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી પણ કરી લેવામાં આવી છે.

Leave a Reply