એકની એક દાળ ખાઈને બોર થયેલા પતિદેવ માટે બનાવો ઢાબા સ્ટાઇલ દાલ મખની, મખ્ખન માર કે

જયારે મહેમાનો આવે, ત્યારે શું બનાવવું એ એક પ્રશ્ન થઈ જાય છે. જો ત્યારે એવું જમવાનું બનાવવામાં આવે કે જે બનાવવામાં ખુબજ સરળ હોય. આવામાં જો દાળ મખ્ખની બનાવો તો આ એક સારો ઓપ્શન છે. જો તમે રેસ્ટોરેન્ટ જેવો સ્વાદ ઘરે બનાવવા માંગો છો તો આજે તમારા માટે ખાસ લાવ્યા છીએ અમે આ પદ્ધતિ.આજે આપણે બનાવીશું દાલ મખની.

દાલ મખની બનાવવા સામગ્રી

અડદની દાળ પલાળેલી અડધો કપ, રાજમા પલાળેલા અડધો કપ, લસણ-આદુની પેસ્ટ 2 ચમચી, ટમેટા પ્યુરી 2 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણાજીરૂ પાવડર 1 ચમચી, ગરમ મસાલા પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ 2 ચમચી, ફ્રેશ ક્રીમ અડધો કપ. સફેદ માખણ અડધો કપ.

સુકા મસાલા
લવીંગ 3, મરી 3, બાદીયા, તજ એક ટુકડો, તમામ સુકા મસાલાને એક કપડામાં પોટલી વાળી રાખી દો.

દાલ મખની બનાવવાની પદ્ધતિ

કુકરમાં પલાળેલી અડદ દાળ, રાજમા, મસાલા પોટલી, મીઠું અને પાણી નાંખીને 1 સીટી વગાડી દો. પછી તાપ ધીમો કરીને 10 મિનીટ સુધી દાળને પકાવો. મસાલા પોટલીને કાઢી લો. ઠંડુ થાય એટલે મેશ કરી દો.

બચેલા બટર અને કોથમીરથી સજાવો તંદુરી રોટી કે સાદા ભાત સાથે ગરમા ગરમ સર્વ કરો.

Leave a Reply