બાળકોને પૌષ્ટિક ખવડાવવા બનાવો આ ચણાનું સલાડ, બનશે એવું સ્વાદિષ્ટ કે બચ્ચાઓ પિઝા-પાસ્તા ભૂલી જશે

શાકનું સલાડ તો રોજ ખાઓ છો હવે ટ્રાય કરો તેમા કઇક વધારે હેલ્ધી અને હેવી ડાયેટ વાળું સલાડ…જે તમને ખાવમાં ટેસ્ટી અને કંઇક અલગ લાગશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાબુલી ચણાનું સલાડ…

સામગ્રી:

1 કપ બાફેલા કાબુલી ચણા (દેશી ચણા પણ વાપરી શકાય), 2 લીલી ડુંગળી, 1 કપ બારીક સમારેલા કાકડી-ટામેટા, સ્વાદાનુસાર મીઠું અને કાલા મરી, થોડી સમારેલી પાલક અને કોથમીર, થોડો લીંબુનો રસ

બનાવવાની રીત

સૌ પ્રથમ કાબુલી ચણાને સાફ પાણીથી ધોઇને પ્રેશર કુકરમાં પાણી ઉમેરીને 4 સીટી વાગે ત્યાં સુધી સીઝવા દો. હવે એક વાસણમાં પાણી ગાળીને તેને નીકાળી લો. તેમા દરેક સામગ્રી મિક્સ કરી લો.

તે બાદ તેમા ઉપરથી કાળામરી પાવડર, કોથમીર, લીંબુ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો તમે ઇચ્છો તો તેમા ચાટ મસાલો પણ ઉમેરી શકો છો.

Leave a Reply