વધારે ચોખાનું સેવન કરતા રાજ્યો ચેતી જાય, તેમાં રહેલ આ તત્વથી થઈ શકે છે હ્રદયરોગ

અમદાવાદઃ હ્રદયરોગથી થતાં મૃત્યુનું એક કારણ વધારે ભાત ખાવા પણ છે. તેનું કારણ છે, ચોખામાં કુદરતી રીતે આર્સેનિક તત્વ હોય છે. આ દાવો બ્રિટનની મેનચેસ્ટર અને સૉલ્ફોર્ડ યૂનિવર્સિટીણી સંતુક્ત રિસર્ચ ટીમે કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે, દુનિયાભરમાં ચોખા ખાવાની બાબતે બ્રિટન 25 મા નંબરે છે અને અહીં 6 ટકા લોકોનાં મૃત્યુ હ્રદયરોગથી થાય છે. ચોખામાં આર્સેનિકની હાજરી મૃત્યુનો ખતરો વધારે છે.


નેશનલ સેમ્પલ સર્વે અનુસાર, ભારતમાં ચોખા સૌથી વધુ બિહાર અને ઉત્તર પ્રદેશના ગ્રામિણ ભાગોમાં ખાવામાં આવે છે. નવા રિસર્ચ અનુસાર, એવાં ઘણાં રાજ્યો છે, જેમણે તેમના ડાયટમાં ચોખાની જગ્યાએ બીજાં અનાજનો પણ સમાવેશ કરવાની જરૂર છે.

ચોખામાં આર્સેનિક કેવી રીતે પહોંચે છે અને તેને કેવી રીતે અલગ કરવું એ સમજો વિગતવાર

1) દર વર્ષે ચોખાના આર્સેનિકથી 50 હજાર મૃત્યુ
સંશોધકોના જણાવ્યા અનુસાર, પાક ઉગતો હોય ત્યારે જ માટી મારફતે આવાં ઘણાં રસાયણ પહોંચે છે. આ અનાજ ખાવાથી લિવર સંબંધિત ઘણી બીમારીઓ અને કેન્સરની શક્યતા રહે છે. કેટલાક કેસમાં તો મૃત્યુ પણ થાય છે. ચોખા એક એવું અનાજ છે, જેના પર મોટાભાગની આબાદી નિર્ભર છે. જેમાં મોટી માત્રામાં કેલરી અને પોષક તત્વો હોય છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ચોખામાં આર્સેનિકના કારણે જ દર વર્ષે દુનિયાભરમાં 50 હજાર લોકોનાં મૃત્યુ નીપજે છે.


2) ચોખા જ કેમ ખતરનાક, બીજાં અનાજ કેમ નહીં?
સંશોધકોના જણાવ્યા અનુસાર, ખેડુતો સિંચાઇ સમયે આર્સેનિકવાળાં રસાયણ છાંટે છે. બીજા પાક પાર આર્સેનિકની એટલી અસર નથી થતી કે, તે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે. ચોખાના છોડ લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલા રહેવાના કારણે તેમાં 10-20 ટકા આર્સેનિકનું પ્રમાણ વધુ હોય છે. આર્સેનિકના ઝેરી રસાયણથી તમને કેટલો ખતરો છે, એ બાબત તે વાત પર નિર્ભર કરે છે કે, તમે એક દિવસમાં કેટલા ચોખા ખાઓ છો.


3) ચોખા ખાવાના બંધ કરવાની જરૂર નથી, વિકલ્પ બદલો
સંશોધકોનું કહેવું છે કે, લોકોએ ડરવાની કે ચોખાનો ત્યાગ કરવાની જરૂર નથી, કારણકે તેમાં ફાઇબરની સાથે-સાથે બીજાં પોષકતત્વો પણ ભરૂર હોય છે. લોકોએ ચોખાની બીજી જાતનો ડાયટમાં સમાવેશ કરવાની જરૂર છે, જેમકે બાસમતી. તેમાં બીજા ચોખાની સરખામણીમાં આર્સેનિકનું સ્તર ઓછું હોય છે.


4) ચોખામાંથી આર્સેનિકનું સ્તર કેવી રીતે ઘટાડવું
બ્રિટનની ક્વિંસ યૂનિવર્સિટીના સંશોધક એન્ડ્ર્યૂ મેહાર્ગનું કહેવું છે કે, જો ચોખા રાંધવાની રીત બદલવામાં આવે તો તેમાં આર્સેનિકની અસર ઘટાડી શકાય છે. સામાન્યરીતે લોકો ચોખાને ત્યાં સુધી રાંધે છે, જ્યાં સુધી તે પૂરેપૂરું પાણી શોષી ન લે. આમ કરવાથી આર્સેનિક ચોખામાં જતું રહે છે.

સંશોધકના જણાવ્યા અનુસાર, ચોખામાં પાણીની માત્રા વધારવાથી આર્સેનિક સારી રીતે નીકળી જાય છે. 12 ઘણું પાણી નાખવાથી 57% સુધી આર્સેનિક ઓછો થઈ જાય છે. તેનાથી સાબિત થાય છે કે, તરલ પાણીમાં આઅર્સેનિક ગતિશીલ રહે છે અને તેને દૂર કરી શકાય છે.


5) ભારતને કેમ અલર્ટ રહેવાની જરૂર
દુનિયાભરમાં ચોખાના ઉત્પાદનમાં ભારત બીજો સૌથી મોટો દેશ છે. નેશનલ સેમ્પાલ સર્વે અનુસાર, શહેરોની સરખામણીમાં, દેશનાં ગામડાંમાં ચોખાનું સેવન વધુ કરવામાં આવે છે. ગામમાં એક ભારતીય દર મહિને છ કિલો ચોખાનું સેવન કરે છે, તો શાહેરમાં એક વ્યક્તિ દીઠ આ આંકડો 4.5 કિલો છે. ઉત્તર પ્રદેશ અને બિહારના ગ્રામ્ય વિસ્તારમાં ચોખા બહુ વધુ ખાવામાં આવે છે. સેમ્પલ સર્વે અનુસાર, દેશમાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તર-પૂર્વના લોકોને ચોખા વધુ ગમે છે, મોટાભાગના રાજ્યોમાં ચોખા ખવાય તો છે જ, એટલે થોડા સાવચેત રહેવાની જરૂર છે.

Leave a Reply