શું કોરોનાના કહેરથી આપણને રશિયા બચાવશે? મોદી-પુતિને લીધો મોટો નિર્ણય

મૉસ્કો : કોરોના સંક્રમણ મામલે ભારત દુનિયામાં પહેલા ક્રમે છે. જોકે હવે ભારતને આ વાયરસની મહામારીમાંથી છુટકારો મળી શકે છે. રશિયાના સોવરેન વેલ્થ ફંડ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ડ ફંડ (RDIF)એ ભારતમાં કોરોના વાયરસની વેક્સિન સ્પૂતનિક-5ના ક્લીનિકલ ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યૂશન માટે ડો. રેડ્ડીઝ લેબ સાથે ભાગીદારી કરી છે.

રશિયા RDIF અને ભારતની રેડ્ડી કંપનીઓ વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે RDIF ભારતીય કંપનીને વેક્સિનના 10 કરોડ ડોઝની સપ્લાઈ કરશે. RDIFના સીઈઓ કિરીલ દિમિત્રીવે જણાવ્યું હતું કે, સ્પૂતનિક-5 વેક્સિન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે અને જો તેની ટ્રાયલ સફળ રહે તો તે નવેમ્બર સુધી ભારતમાં ઉપલબ્ધ થશે.

RDIFની સચાર અન્ય ભારતીય કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે જે ભારતમાં આ વેક્સિન બનાવશે. RDIFએ એક નિવેદનમાં કહ્યું કે, તેના અને ડો. રેડ્ડીઝ વચ્ચે થયેલી સમજુતી તે વાતનું પ્રમાણ છે કે વિભિન્ન દેશો અને સંસ્થાઓ વચ્ચે તે સમજ વધી રહી છે કે કોરોના વાયરસથી લોકોને બવાવવા માટે ઘણી વેક્સિન પર કામ કરવું જરૂરી છે.

કંપનીએ કહ્યું કે, રશિયન વેક્સિન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે અને દાયકાઓ સુધી તેના પર 250થી વધુ ક્લિનિકલ સ્ટડી થઈ ચુકી છે. તેમાં સુરક્ષિત જાણવા મળી અને તેની લાંબા ગાળાની ખરાબ અસર જોવા મળી નથી.

ભારતમાં ત્રીજા તબક્કાનું સફળ પરીક્ષણ

ડો. રેડ્ડીઝના મેનેજિંગ ડિરેક્ટર જી.વી.પ્રસાદે કહ્યું, ‘આ રસીનો પ્રથમ તબક્કો અને ફેઝ 2 પરીક્ષણ સફળ રહ્યું છે અને હવે અમે ભારતમાં તેના ત્રીજા તબક્કાની તપાસ કરીશું, જેથી જરૂરી નિયમનકારી શરતો પૂરી થાય. નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વની પ્રથમ કોરોના રસી 11 ઓગસ્ટના રોજ રશિયામાં શરૂ કરવામાં આવી હતી, તેનું નામ સ્પુટનિક રસી છે.

આ રસીનું પરીક્ષણ ફક્ત તબક્કો 1 અને તબક્કો 2 માં કરાયું છે. ભારતમાં ત્રીજા તબક્કાનું સફળ પરીક્ષણ કરાશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલા દૂનિયાના જાણીતા સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડે નાબ્રેરોએ કહ્યું છે કે, કોરોના મહામારી હજું તેના શરૂઆતના સમયમાં છે. ડેવિડના જણાવ્યાં પ્રમાણે કોરોનાની બીજી લહેર આવવાની આશંકાને ટાળી નથી શકાતી અને તે ઘણી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે.

Leave a Reply