અહો આશ્ચર્યમ! રોસર્ચમાં થયું સાબિત, આ એક ખરાબ આદતને લીધે વધી જાય છે વજન, આજે જ બદલો આ આદત

બધાં ઇચ્છતાં હોય છે કે, આપણું શરીર માત્ર બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ હેલ્ધી રહે. જે લોકોનું વજન વધારે હોય, તેમનું સપનું આ વજન ઘટાડવાનું હોય છે. સામાન્ય રીતે ફિટનેસની વાત કરવામાં આવે તો, લોકો ડાયતા અને કસરતની વાત કરે છે, પરંતુ શું તમને ખબર છે કે, વજન ઘટાડવા માટે અને બૉડીને ફીટ રાખવા માટે તમે લીધેલ ગાઢ ઊંઘ પણ બહુ મહત્વની છે. આ થિયરી રૂપે તો પહેલાંથી પ્રચલિત હતું, પરંતુ વૈજ્ઞાનિકોએ એક સ્ટડી દ્બારા તેને સાબીત પણ કર્યું છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, આ સંશોધન મારફતે શું જાણવા મળ્યું.

ઓછી ઊંઘ ગણાય છે ફિટનેસની દુશ્મન
જર્નલ ઓફ સ્લીપ રિસર્ચમાં છપાયેલ એક રિસર્ચ અનુસાર શરીરને તેની જરૂર જેટલી ઊંઘ ન મળે તો, શરીરમાં ચરબી જમા થવા લાગે છે અને તમે મેદસ્વિતાના શિકાર બની શકો છો. આ સિવાય તમે વજન ઘટાડવા કેલરીઝ ઓછી લેતા હોય તો, વજન ઘટાડવામાં પણ મુશ્કેલી આવી શકે છે. સામાન્યરીતે વજન ઘટાડવાનો સીધો અર્થ છે કે, શરીરની માંસપેશીઓના વજનને જાળવી રાખવું અને શરીરમાં ચરબી ઘટાડવી. આ સ્થિતિમાં જ્યારે પણ તમે ઓછી ઊંઘ લો ત્યારે સૂવાની પેટર્ન બગડે છે, અપેક્ષાકૃત ફેટ ઓછો બળે છે.

ઘણી બીમારીઓનો ખતરો વધારે છે ખરાબ ઊંઘ
બીજી એક સ્ટડી અનુસાર, સતત બે અઠવાડિયાં સુધી ડાયટિંગ કરવાથી અને રોજ રાત્રે ૫.૫ કલાકની ઊંઘ લેવાની તુલનામાં 8.5 કલાક ઊંઘ લેનારમાં ફેટ વધારે બળ્યો અને અને વજન પણ વધારે ઘટ્યું. આ સિવાય ઊંઘ ઓછી લેવાનાં બીજાં પણ ઘણાં નુકસાન છે. ઘણાં રિસર્ચ અનુસાર, સતત ઓછી ઊંઘ લેવાથી ઘણી બીમારીઓનો ખતરો વધી શકે છે, ખાસ કરીને હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર સહિત ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે.

તમારે કેટલું સૂવું જોઇએ?
આમ તો આપણા કામ પ્રમાણે ખાનપાન, લાઇફસ્ટાઇલની જેમજ શરીરને પૂરતી ઊંઘની પણ જરૂર હોય છે. બધાં જ રિસર્ચ અનુસાર, એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં 7-8 કલાકની ઊંઘ લેવી જોઇએ. બાળકો અને વૃદ્ધોએ 9 કલાક કરતાં વધુની ઊંઘ લેવી જોઇએ. વાસ્તવમાં ઊંઘ આપણા શરીરને રિચાર્જ કરે છે. જો તમે સારી ઊંઘ લેશો તો જ બીજા દિવસે ઊઠીને આખા દિવસનાં કામ કરી સકશો.


યાદ રાખો આ પણ
9 કલાકની ઊંઘ લેવાનો અર્થ એ નથી કે, તમે 9 કલાલ ઊંગો અને અને બાકીનો આરામ કરો કે કઈં કરો નહીં અને વિચારો કે, તમારું વજન ઘટવા લાગશે. માણસનું શરીર જ કામ કરવા અને મહેનત કરવા માટે બન્યું છે. એટલે તમને સારી ઊંઘ ત્યારે જ આવશે જ્યારે તમે આખો દિવસ મહેનત કરશો. જે લોકોને આખો દિવસ બેસી રહેવાનું હોય તેમને પણ કસરત કરવાની સલાહ ચોક્કસથી આપવામાં આવે છે, તેનાથી તેમનું શરીર સ્વસ્થ રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.

Leave a Reply