આપણામાં કહેવત છે કે, ”પેટ સફા તો સબ નફા હી નફા”, આ રીતે ખુબ જ સરળતાથી રાખો પેટનું ધ્યાન

એવું કહેવામાં આવે છે કે પેટ સ્વસ્થ છે, આખું શરીર સ્વસ્થ છે. તેથી, પેટને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરાબ ખાન-પાનને કારણે પેટની કબજિયાત, અપચો જેવી સમસ્યાઓ થાય છે. પેટની સમસ્યા શરીરમાં બીજી ઘણી બધી ગંભીત સમસ્યાઓ ઉભી કરે છે. જ્યારે પાચક શક્તિ નબળી પડે છે ત્યારે આપણું પાચન તંત્ર સરળતાથી કામ નથી કરતુ જેના કારણે પેટની સમસ્યાઓ વધવા લાગે છે.

વારંવાર થતી પેટની સમસ્યાઓને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડવા લાગે છે. તેથી, સ્વસ્થ રહેવા માટે, પાચનતંત્રને સારું અને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી પાચનતંત્ર સરળતાથી કાર્ય કરી શકે.

ચાલો આપણે જાણીએ કે ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરીને, આપણે આપણું પાચન સુધારી શકીએ છીએ.

ભોજન બાદ ખોરાકને પચાવવા માટે વરિયાળીનું સેવન કરવામાં આવે છે. વરિયાળી ખોરાકને પચાવવામાં મદદ કરે છે. તે માઉથફ્રેશનર તરીકે પણ કાર્ય કરે છે. પેટ સાથે સંબંધિત સમસ્યામાં તમે વરિયાળીનાં પાણીનું સેવન પણ કરી શકો છો.

દહીં તમારી પાચક શક્તિને મજબૂત બનાવે છે, જેથી તમે સવારના નાસ્તામાં દહીંનો બાઉલ સમાવી શકો. તે પાચક શક્તિને તેજ બનાવે છે અને પેટ સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરે છે. પાચક તંત્રની સાથે, તે આપણા આખા આરોગ્ય માટે સારું છે.

ચિયાના બીજમાં સારી માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે. તમે ચિયાના બીજને ખોરાકમાં સમાવીને તમારી પાચક શક્તિને મજબૂત બનાવી શકો છો. ચિયાના બીજ ફક્ત પેટ માટે જ સારા નથી હોતા પરંતુ તે વજન ઘટાડવામાં પણ મદદગાર છે, તેથી તેને તમારા આહારમાં સામેલ કરો. તમે તેને દૂધમાં પલાળીને પણ ખાઈ શકો છો.

પપૈયું એક એવું ફળ છે જે આપણું પાચન સ્વસ્થ રાખે છે. તેમાં ફાયબર અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. પપૈયાને ખાવાથી તમારી પાચક શક્તિ બરાબર રહે છે. તમે તમારા આહારમાં પપૈયા ઉમેરી શકો છો.

નિષ્ણાતો દરરોજ એક સફરજન ખાવાની પણ ભલામણ કરે છે. દરરોજ એક સફરજન તમને અનેક રોગોથી બચાવે છે. આ તમને પેટની સમસ્યાઓથી મુક્તિ આપે છે, પરંતુ ખાલી પેટે તેનું સેવન ન કરો. નાસ્તાના એક કલાક પછી અથવા બપોરે જમ્યાના એક કે બે કલાક પછી સફરજન ખાવું જોઈએ.

Leave a Reply