કોરોના કાળમાં બનાવો રોગ પ્રતિકારક શક્તિ વર્ધક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વીટ કોર્ન સૂપ

કોરોનાથી બચવા માટે લોકોને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.એવામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા ખાવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઇમ્યુન બૂસ્ટર વસ્તુઓ સામેલ કરવા પર ભાર આપવાનું કહ્યું છે. જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવાથી આ વાયરસની ચપેટમાં આવવાથી બચી શકાય છે.

એવામાં તમે સ્વીટ કોર્ન સૂપ ટ્રાય કરી શકો છો. જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે છે.

સામગ્રી:

2 કપ સ્વીટ કોર્ન
2 ચમચી બટર
3 કપ પાણી
1 ચમચી કાળા મરી
સ્વાદાનુસાર મીઠું
ગાર્નિશિંગ માટે કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ કુકરમાં બટર પીગાળીને સ્વીટ કોર્નના દાણ શેકી લો. હવે તમા પાણી અને મીઠું ઉમેરી કુકર બંધ કરી એક સીટી વાગવા દો. હવે તેને બાઉલમાં નીકાળીને ઠડું કરી લો અને મિક્સમાં દાણા પીસીને પેસ્ટ બનાવી લો.

હવે પેનમાં તૈયાર સૂપ અને મકાઇની પેસ્ટ ઉમેરીને એક ઉભરો આવવા દો. જરૂરત પડવા પર તમે તેમા પાણી મિક્સ કરી શકો છો. તૈયાર છે સૂપ…

તેને સર્વિંગ બાઉલમાં ઉમેરીને તેની ઉપરથી કાળામરી પાવડર અને લીલી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરી લો.

Leave a Reply