શરીરનું તાપમાન ચેક કરવાથી નથી થતી કોરોનાની તપાસ, જાણો શું છે આ બાબતે એક્સપર્ટ્સનું મંતવ્ય

દિલ્હી : ઘણી ઓફિસો, મોટી-મોટી દુકાનો, સ્ટોર્સ અને હોસ્પિટલ્સ જેવી ઘણી સંસ્થાઓ સંપૂર્ણપણે ખૂલી ગઈ છે. તમે બજારમાં નીકળો તો મોટા સ્ટોર્સની આગળ એક ગાર્ડ બેસેલો જોયો હશે જે લોકોનું તાપમાન ચેક કરતો હશે. જો તમારું તાપમાન 100 કે તેથી વધુ હોય તો તમને અંદર જવાની ના પાડી શકે છે અથવા થોડીવાર ઊભા રહીને જવાનું કહે છે. આ બાબતે પણ લોકોની અલગ-અલગ રાય છે. પરંતુ શું તમને ખબર છે કે, એવું કેમ થાય છે?


અત્યારના સમયે કોઇપણ બિલ્ડિંગ કે સ્ટોરમાં પ્રવેશ કરતાં પહેલાં શરીરનું તાપમાન તપાસવું એક નિયમ બની ગયો છે, જેનું પાલન બધા જ લોકો કરે છે. વાસ્તવમાં મોટાભાગના સ્ટોર કેન્દ્ર અને હાઉસિંગ સોસાયટી કોરોના વાયરસના સંક્રમણને રોખવા એક મહત્વપૂર્ણ દિશા-નિર્દેશનું પાલન કરે છે. શરીરનું તાપમાન માપવા પાછળનું કારણ કોવિડ 19 ના સંભવિત દર્દીઓને ઓળખવાનો છે જેથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય. જો તમાર શરીરનું તાપમાન 100.4 ડિગ્રી ફેરનહીટ કરતાં વધુ નીકળે તો, તમને અંદર જવાની મંજૂરી નહીં મળે.


સેન્ટર ફૉર ડિઝિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ બધી જ ઓફિસોને રોજ કર્મચારીઓના શરીરનું તાપમાન તપાસવાની સલાહ આપી છે. પરંતુ વૈજ્ઞાનિકો આ વાતમાં વિશ્વાસ નથી રાખતા. વિજ્ઞાન કોઇપણ વ્યક્તિના શરીરનું તાપમાન માપવાના સમર્થનમાં નથી કરતું.


શું કહે છે એક્સપર્ટ
એક્સપર્ટ્સનું માનવું છે કે, આ વાતના કોઇ પૂરાવા નથી કે તાપમાનની તપાસ કરવાથી કોરોના વાયરસને ફેલાતો રોકવામાં મદદ મળી શકે છે. એટલે તેનાથી કોઇ ફરક નથી પડતો કે વ્યક્તિના શરીરનું તાપમાન તપાસવું કે નહીં. આ પ્રેક્ટિસને જ રોકવી જોઇએ.


સંદિગ્ધ કેસોની તપાસ માટે શરીરનું તાપમાન તપાસવાનો વિચાર 2000 ના દાયકામાં સંક્રમણના પ્રકરણનો એક ભાગ રહ્યો છે, તે સમયે તાપમાન એક વિશ્વાસુ સંકેત હતો, કારણકે 83 ટકા સાર્સ સંક્રમિતોને શરૂઆતમાં તાવનાં લક્ષણો જોવા મળતાં હતાં. પરંતુ નોવેલ કોરોના વાયરસના સમયમાં તાપમાન તપાસવાની જરૂર નથી, એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના અડધાથી ઓછા સંક્રમિતોને જ તાવ આવે છે. એટલું જ નહીં, સંક્રમણથી પીડિત ઘણા વ્યક્તિઓ કોઇ પણ લક્ષણ દેખાય એ પહેલાં જ સંક્રમિત થઈ ચૂક્યા હોય છે.


વાસ્તવમાં આ સંક્રમણ આગળ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધુ નબળા પડે છે અને સંકેત વગરના સંક્રમિતોમાં તાવનાં લક્ષણો પણ નથી દેખાતાં.


અન્ય બીમારીઓ દરમિયાન પણ આવી શકે છે તાવ
સામાન્ય તાવ, ફ્લૂ જેવી બીમારીઓ સમયે પણ તાવ આવી શકે છે. અત્યારે ચોમાસાની શરૂઆતમાં તો તાપમાન માપવાનો વિચાર પ્રભાવી નથી. આ લોકોને સુરક્ષાનો ખોટો દિલાસો અપાવે છે અને કેટલાક લોકોને બહુ સારી રીતે ખબર હોય કે તેઓ સંક્રમિત છે, તો તેઓ સ્ક્રિનિંગમાંથી પસાર થતાં પહેલાં તાવની દવા લઈ શકે છે. એટાલે આ એક વિશ્વાસુ ફિલ્ટર નથી.

Leave a Reply