અકારણ વજન વધી રહ્યું છે? જો હા, તો ક્યાંક તમે આ ભયાનક રોગનો ભોગ તો નથી બન્યા ને?

થાઇરોઇડ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વધતા વજન સાથે આ રોગ હોર્મોન્સમાં પણ ગડબડ ઉભી કરે છે. સ્ત્રીઓને થાઇરોઇડ થવાની સૌથી વધુ સંભાવના રહેલી છે. આ રોગ થાઇરોઇડ ગ્રંથિના વિસ્તરણને કારણે એટલે કે થાઇરોઇડ ગ્રંથીના વધવાથી થાય છે. આ ગ્રંથિ બટરફ્લાય આકારની છે, જે શરીરની ઘણી આવશ્યક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. વાંચો આ રોગના લક્ષણો..

થાઇરોઇડ ગ્રંથિ T3 અને T4 થાઇરોક્સિન હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જેની સીધી અસર શ્વાસ, હાર્ટ રેટ, પાચક સિસ્ટમ અને શરીરના તાપમાન પર પડે છે. આ ઉપરાંત, તે હાડકાં, સ્નાયુઓ અને કોલેસ્ટરોલને પણ નિયંત્રણમાં રાખે છે. જ્યારે આ હોર્મોન્સ શરીરમાં અસંતુલિત થઈ જાય છે, ત્યારે વજન ઓછું થવાનું કે વધવાનું શરૂ થાય છે, તેને થાઇરોઇડની સમસ્યા કહે છે. આ સાઇલન્ટ કિલર ટાઇપનો રોગ છે કારણ કે તેના લક્ષણો તરત દેખાતા નથી.

થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં થાઇરોક્સિન નામનું હોર્મોન ઉત્પન્ન કરે છે, જે શરીરની એનર્જી, પ્રોટીન ઉત્પાદન અને અન્ય હોર્મોન્સની સંવેદનશીલતાને નિયંત્રિત કરે છે. થાઇરોઇડનું સૌથી સામાન્ય લક્ષણ વજનનું વધવું છે. આ સિવાય અનિંદ્રાની સમસ્યા, વધુ તરસ, અતિશય પરસેવો, ધ્રુજતા હાથ, ઝડપી ધબકારા, નબળાઇ અને અસ્વસ્થતા શામેલ છે.થાઇરોઇડના લક્ષણો શરૂના તબક્કામાં પકડાતા નથી.

થાઇરોઇડની બીમારીમાં, સ્ત્રીઓ સુસ્તી, થાક, કબજિયાત અને શુષ્ક ત્વચાથી પીડાય છે. આ ઉપરાંત, આ રોગમાં માસિકચક્ર અનિયમિત બની જાય છે. થાઇરોઇડના લક્ષણોમાં ચીડિયો સ્વભાવ, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો પણ શામેલ છે.

આ એક એવો રોગ છે જેના લક્ષણો અવગણવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. થાઇરોઇડ લક્ષણો દેખાય ત્યારે તરત જ ડોક્ટરને મળવું જોઈએ, કારણ કે જો આ રોગની સારવારમાં વિલંબ કર્યો તો શરીર પર જીવલેણ અસર કરે છે. આ રોગ ગળાના નીચેના ભાગમાં અંતસ્ત્રાવી ગ્રંથિમાં થાય છે. આ રોગથી બચવા માટે, તમારે ફાઇબરયુક્ત ખોરાક લેવો જોઈએ અને જરૂરીયાત મુજબ શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ.

Leave a Reply