થઇ જાઓ સાવધાન…! ટોયલેટ સીટ બંધ રાખવાથી ઘટે છે કોરોનાનો ખતરો, મળમાં જીવતા રહે છે વાયરસ

અમદાવાદઃ કોરોના વાયરસ એક સંક્રામક બીમારી છે અને આ સંક્રમનથી પીડિત કોઇપણ વ્યક્તિના સંપર્કમાં આવવાથી તમે પણ કોરોનાના શિકાર બની શકો છો. એટલે પછી ઓફિસ હોય, શોપિંગ સેન્ટર હોય કે પછી બીજી કોઇપણ જગ્યાએ જો તમે સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો, તમે પણ કોરોનાના શિકાર બની શકો છો. પરંતુ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ફ્લશ કરતાં પહેલાં ટૉયલેટ સીટના ઢાંકણને બંધ કરી દેવામાં આવે તો સંક્રમણના ખતરાને ઘટાડી શકાય છે.

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના મળથી વાયરસ ફેલાવાની શક્યતા પર વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, દર્દી ઠીક થઈ જાય પછી પણ તેના મળમાં કોરોનાના વાયરસ પાંચ અઠવાડિયા સુધી જીવતા રહે છે. એટલે વૈજ્ઞાનિકો એ નિષ્કર્શ પર આવ્યા છે કે, શૌચાલયના ઉપયોગ બાદ ટૉયલેટ સીટનું ઢાંકણ બંધ કરી ફ્લશ કરવામાં આવે તો સંક્રમણના ખતરાને ઘણા અંશે ઘટાડી શકાય છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ફ્લશ કરવાથી પાણી વહેવાથી સંક્રમિત કણ લગભગ 1 મીટર સુધી ઊંચા ઊઠે છે. એટલે મળમાં હાજર સંક્રમિત કણો 60% સુધી હવામાં પહોંચી શકે છે. એટલે ઢાંકણ બંધ કરી ફ્લશ કરવાથી બાથરૂમમાં તેને ફેલાતા રોકી શકાય છે.

ફિજિક્સ ઓફ ફ્લડ જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર ટૉયલેટમાંથી નીકળી બાથરૂમના વાતાવરણમાં સંક્રમિત કાળ એક મિનિટ કરતાં વધુ સમય સુધી હવામાં રહે છે. આ હવાના સંપર્કમાં આવતાં જ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે.

રિસર્ચ અનુસાર સાર્વજનિક શૌચાલયોમાં આ રીતે સંક્રમણ ફેલાવાનો ખતરો વધુ રહે છે, કારણકે ત્યાં એકજ શૌચાલયનો ઘણા બધા લોકો ઉપયોગ કરે છે. અહીં વાયરસ ફેલાવાની ગતિ પણ તેજ હોય છે એટલે ટૉયલેટ સીટને વંધ રાખવી જરૂરી છે.

Leave a Reply