કોરોના કાળમાં દે ઠોક ઉકાળા પીનારા લોકો ચેતી જજો, ડોક્ટરોએ કહ્યું અતિરેક સેવનથી થશે……

ફોર્ટિસ હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર સંજય શાહે જણાવ્યું કે લગભગ એક મહિના પહેલાં અમારા ઈમરજન્સી રૂમમાં 30 વર્ષનો એક યુવાન વ્યક્તિ શ્વાસની તકલીફને કારણે આવ્યો હતો. તેને ડિટેલમાં પૂછવામાં આવ્યું તો તેમે જણાવ્યું કે તે 4-5 મહિનાથી ઉકાળો પી રહ્યો છે અને તેને 2-3 સપ્તાહથી કાળા દસ્ત થઈ રહ્યાં છે. તેને લાગ્યું કે પેટનો કચરો બહાર નીકળી રહ્યો છે પરંતુ તેને ઈન્ટરનલ બ્લીડિંગ થઈ રહી હતી. એન્ડોસ્કોપીથી ખબર પડી કે તેના પેટ અને આંતરડામાં ઘણાં અલ્સર થઈ ગયા હતા. આવું અનહદ ઉકાળો પીવાને કારણે થયું હતું.

 તમને જણાવી દઈએ કે, ઉકાળામાં પડતી હળદરથી હાર્ટ બ્લોકેજનો ખતરો ઓછો થાય છે કારણ કે તેનાથી લોહી પાતળુ થાય છે. પરંતુ ઉકાળા કે દૂધમાં તેનો વધુ ઉપયોગ કરવાને કારણે હાર્ટના દર્દીઓની સર્જરીમાં બ્લીડિંગ પ્રોબ્લેમ વધી જાય છે. હળદર નેચરલ બ્લડ થિનર છે. હાર્ટના પેશન્ટ વધુ ઉકાળો પીવે તો તેમને બ્લીડિંગનો ખતરો રહે છે.


દિલ્હીની અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલની ઓપીડીમાં લગભહ 40 ટકા દર્દીઓના મોઢામાં ચાંદા એટલે કે અલ્સર અને ગળામાં દર્દની સમસ્યા થાય છે. કોરોના પહેલાં 2-3 ટકા દર્દીઓને જ મોમાં ચાંદા અને ગળામાં દુખાવાની સમસ્યા રરહેતી હતી. વધુ ગરમ વસ્તુઓનું સેવન કરનારા લોકોની હાલત બગડી રહી છે.


કપિલ ગોસ્વામી નામના દર્દીએ જણાવ્યું કે, મૈં બહુ વધુ પ્રમાણમાં આ વસ્તુઓનું સેવન કર્યું છે. કાળા મરી, ગ્રીન ટી, હળદરવાળુ દૂઘ. જ્યારે તરસ લાગે ત્યારે ગરમ પાણી પીધું. જેના કારણે મને મોંમાં ચાંદા પડી ગયા. માઉથ અલ્સર સિવાય ઉકાળા વધુ પીવાથી ગેસ્ટ્રાયટિસ, બ્લીડિંગ, કિડની સ્ટોન જેવી સમસ્યા થાય છે.


આ મહામારીમાં આ ઘરેલૂ ઉપાયો ફાયદાકારક સાબિત થાય છે પરંતુ તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે. જો તમને કોઈ બીમારી છે અથવા તો તમે કોઈ દવાઓનું સેવન કરી રહ્યાં છો તો તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

Leave a Reply