ગુણ-ગુણ કરતા મચ્છરો નહીં ફરકે આસપાસ, ઘરે જ બનાવો આ 5 આયુર્વેદિક મચ્છર સ્પ્રે

વરસાદની ઋતુમાં થતા મચ્છરથી મલેરિયા, ચિકનગુનિયા અને ડેંગ્યૂ જેવી ભયંકર બીમારીઓ થવાની શક્યતા રહે છે. ઘર હોય, ગાર્ડન હોય કે પછી ગલી, મચ્છર ક્યાંય તમારો પીછો છોડતા નથી. મચ્છર મારવા માટે બજારમાં ઘણા પ્રકારના કેમિકલયુક્ત સ્પ્રે મળી રહે છે, પરંતુ તેનો ઉપયોગ જેમને શ્વાસ સંબંધિત કોઇ સમસ્યા હોય, તેમના માટે બહુ ઘાતક સાબિત થઈ શકે છે.

તેની જગ્યાએ જો હર્બલ કે નેચરલ સ્પ્રેનો ઉપ્યોગ કરવામાં અવે તો, બાળકોથી લઈને વડીલો સુધી કોઇને કઈં નુકસાન નહીં થાય. સાથે-સાથે બહુ સામાન્ય ખર્ચે તમે મચ્છરોથી છૂટકારો પણ મેળવી સકશો. આજે અમે તમને આવા જ ખૂબજ પ્રભાવશાળી સ્પ્રે વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે ઘરે પણ બનાવી શકો છો.

મચ્છરને મારવા માટે લેમન યુક્લિપ્ટસ ઓઇલ ખૂબજ કારગર છે. 90 એમએલ નારિયેળનું તેલ કે ઓલિવ ઓઇલમાં 10 એમએલ લેમન યુક્લિપ્ટ્સ ઓઇલ મિક્સ કરી દો. ત્યારબાદ તેને કોઇ બોટલમાં ભરી દો અને સ્પ્રેની મદદથી ઘરના ખૂણાઓમાં છાંટી દો. તમે ઇચ્છો તો આ તેલની શરીર પર માલીશ પણ કરી શકો છો. સ્પ્રે લિક્વિડને પાતળું કરવા માટે અંદર થોડું પાણી પણ મિક્સ કરી શકાય છે.

લીમડાની તેજ સુગંધના કારણે મચ્છરો દૂર જ ભાગે છે. લીમડાના તેલમાં રહેલ પ્રાકૃતિક તત્વો મચ્છરને તમારી પાસે આવવા નહીં દે. એક રિસર્ચ અનુસાર, લીમડા અને કોપરેલનું મિશ્રણ મચ્છરોને ભગાડવા માટે ખૂબજ ફાયદાકારક છે. આ માટે 30 એમએલ કોપરેલમાં લીમડાના તેલનાં માત્ર 10 ટપકાં નાખો. ત્યારબાદ તેમાં થોડું ગરમ પાણી કે વોડકા મિક્સ કરી દો અને પછી આખા ઘરમાં છાંટી લો.

ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર ટી ટ્રી ઓઇલ પણ તમારા માટે ફાયદાકારક રહી શકે છે. તેમાં રહેલ એન્ટી સેપ્ટિક અને ઇન્ફ્લેમ્ટરી તત્વ મચ્છરના ઝેરી ડંખને બેઅસર કરી દે છે. તેની તેજ સુગંધ મચ્છરને ઘરમાં ઘુસવા નહીં દે. 30 એમએલ કોપરેલમાં ટી ટ્રી ઓઇલનાં 10 ટીંપાં મિક્સ કરો. ત્યારબાદ અંદર થોડું પાણી કે વોડકા મિક્સ કરો અને મચ્છરને ભગાડવા આ જબરદસ્ત હોમ મેડ ફોર્મૂલા અજમાવો.

લેવેન્ડરની સુગંધથી પણ મચ્છર દૂર જ ભાગે છે. એટલા જ માટે કેટલાક લોકો ઘરમાં આ ચમત્કારી છોડ રાખે છે. તમે ઇચ્છો તો લેવેન્ડરના તેલને લીંબુના રસમાં મિક્સ કરી મચ્છર ભગાડતો સ્પ્રે બનાવો. તેમાં તમે ફ્લેવર માટે થોડું વેનિલા પણ મિક્સ કરી શકો છો તેને બનાવવા માટે 3–4 ટેબલસ્પૂન લીંબુનો રસ, 3-4 ટેબલસ્પૂન વેનિલા અને 10-12 ટીપાં લેવેન્ડર ઓઇલ મિક્સ કરી એક શીશીમાં ભરી દો અને પછી ઘરમાં તેનો છંટકાવ કરો.


મચ્છર ભગાડવા માટે તમે લેમનગ્રાસ અને રોઝમરી ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરમાં તેનો સ્પ્રે બનાવવા માટે 60 એમએલ કોપરેલ કે ઓલિવ ઓઇલમાં લેમન ગ્રાસ અને રોઝમેરીના તેલનાં 10-10 ટીંપાં મિક્સ કરો. હવે આ તૈયાર લિક્વિડથી ઘરમાં સ્પ્રે કરો. ઘરમાં મચ્છર પ્રવેશશે પણ નહીં.

Leave a Reply