કેન્સર જેવી જીવલેણ બીમારીઓમાં પણ અસરકારક છે આ ખાસ ઔષધિ નાખેલું દૂધ

તુલસીના છોડનું ધાર્મિક મહત્વ હોવાની સાથે-સાથે તેમાં ઘણા ઔષધિય ગુણો પણ હોય છે, જે રોગોને જડમૂળમાંથી ખતમ કરે છે. તુલસીમાં વિટામિન, કેલ્શિયમ, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ વગેરે ગુણો હોય છે. સંખ્યાબંધ ઔષધિય ગુણોથી સમૃદ્ધ તુલસી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

સાથે-સાથે તુલસીનાં પાનને દૂધમાં ઉકાળીને પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે બીજા પણ ઘણા રોગોમાંથી છૂટકારો મળે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ રોજ તુલસીવાળું ધૂધ પીવાથી કઈ-કઈ બીમારીઓથી બચી શકાય છે.

તુલસીવાળું દૂધ પીવાના ઢગલાબંધ ફાયદા

માઇગ્રેન
માઇગ્રેનના કારણે માથામાં અસહ્ય દુખાવો સહન કરવો પડે છે. તેનાથી પરેશાન લોકોએ તુલસીવાળા દૂધનું સેવન કરવું જોઇએ. આ દુખાવામાં રાહત મળશે. નિયમિત આ દૂધ પીવાથી માઇગ્રેનની સમસ્યા જડમૂળમાંથી ખતમ કરી શકાય છે.


અસ્થમા
શ્વાસ સાથે સંકળાયેલ સમસ્યામાંથી છૂટકારો મેળવવા તુલસી વરદાન સ્વરૂપ ગણાય છે, તેને દૂધમાં ઉકાળીને સેવન કરવાથી શ્વાસના દર્દીઓને રાહત મળે છે. તેનાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળે છે.


કિડની સ્ટોન
આજકાલ લાઇફ-સ્ટાઇલ અને ખાનપાનમાં નાના-મોટા બદલાવના કારણે કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનાથી બચવા કે રાહત મેળવવા રોજ ખાલી પેટ તુલસીવાળા દૂધનું સેવન કરવું હોઇએ. આ માટે નિયમિટ ડાયટમાં તુલસીવાળા દૂધનો સમાવેશ કરવો જોઇએ.


ડિપ્રેશન
આજકાલના હાડમારીવાળા જીવનમાં ઘણા લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. તેમાંથી રાહત મેળવવા માટે રોજ રાત્રે સૂતાં પહેલાં તુલસીવાળા દૂધનું સેવન કરવું જોઇએ. સાથે-સાથે વધુ ટેન્શનના કારણે લોકોને ઊંઘ પણ નથી આવતી, તુલસીવાળા દૂધથી આ સમસ્યામાંથી પણ રાહત મળે છે. આ દૂધના સેવનથી આખા દિવસનો થાક ઉતરી જાય છે અને શરીર રિલેક્સ રહે છે. ઊંઘ પણ સારી આવે છે.


ઈમ્યૂનિટી સ્ટ્રોંગ કરે
તુલસીનાં પાનમાં એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ ગુણ હોય છે. તેને દૂધ સાથે મિક્સ કરી પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. સિઝનલ તાવ-શરદી, ખાંસી, ગળામાં ખારાશ, કફ વગેરેનો ખતરો પણ ઘણા અંશે ઓછો થઈ જાય છે.


કેન્સર સામે બચાવે
તુલસીવાળું દૂધ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ ગુણોથી ભરપૂર હોવાથી કેન્સર જેવા ગંભીર રોગોના ખતરાને ઘટાડે છે. તે શરીરમાં કેન્સરની કોશિકાઓને બનતી અને આગળ વધતી અટકાવવામાં મદદ કરે છે. એટલે તેનું સેવન કરવાથી કેન્સરની બીમારીથી બચી શકાય છે.

Leave a Reply