રસોડાની આ એક વસ્તુ આપે છે તૈલીય ત્વચા અને ચીકણા વાળથી છુટકારો, કરો આ રીતે પ્રયોગ

રસોડામાં મીઠું એક એવી વસ્તુ છે જે ભોજનમાં ન હોય તો ખાવાનામાં સ્વાદ આવતો નથી. પરંતુ શું તમને ખબર છે કે મીઠું તમારી સુંદરતા વધારવામાં પણ મદદગાર રહે છે. તેમા એવા ગુણ છે જે વાળ અને ત્વચા માટે કોઇ કુદરતી ચમત્કારથી ઓછા નથી. મીઠુ તમને એક્જિમાથી લઇને વાળની ઓઇલીનેસ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે શેમ્પુ કરતી વખતે થોડૂક મીઠું ઉમેરો તો તમારા વાળની ઘણી સમસ્યા દૂર થઇ શકે છે.

ભરાવદાર વાળ માટે બેસ્ટ

વાળ માટે સમુદ્રી મીઠુ ખૂબ સારુ માનવામાં આવે છે. જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો મીઠું ઉમેરી વાળ ધોવાથી તમને રાહત મળી શકે છે. વાળ ધોતી વખતે શેમ્પુમાં મીઠુ ઉમેરવાથી વાળ ભરાવદાર થશે. સૌ પ્રથમ તમે પાણીથી તમારા વાળ ધોઇ લો અને હાથમાં 1 ચમચી મીઠુ લઇને વાળના ભાગમાં મસાદ કરો. તે બાદ ફરીથી વાળને ધુઓ. આ પ્રયોગને અઠવાડિયામાં બે વાર કરાવથી તમારા ખરતા વાળની સમસ્યા દૂર થશે.

ખોડાની સમસ્યાથી રાહત

ઘણા લોકો ખોડાની સમસ્યાથી પીડાય છે. ડેડ સ્કીનની પરત માથામાં જામી જાય છે.જેથી માથાની અંદર બ્લડ સર્કુલેશન રોકાઇ જાય છે. સર્કુલેશન થવું માથા માટે ખૂબ જરૂરી છે. જેથી તમારા વાળને બે ભાગમાં સરખા વહેંચી લો અને તેમા મીઠું ફેલાઇ દો. હવે આંગળી વડે 10-15 મસાજ કરો. તે બાદ નોર્મલ રીતે તમારા વાળ ધોઇ લો. આમ કરવાથી સ્કેલ્પ સ્વસ્થ રહેશે અને ખોડાની સમસ્યા દૂર થશે.

ઓઇલી હેરથી છૂટકારો

જ્યારે ત્વચાની અંદર sebaceous glandsમાં તેલ વધારે બનવા લાગે છે. ત્યારે માથુ ઓઇલી થઇ જાય છે. પરંતુ આ સમસ્યાને તમે મીઠાથી દૂર કરી શકો છો. વાળ વોશ કરતી વખતે શેમ્પુમાં 1 ચમચી મીઠુ ઉમેરી લો. તે બાદ વાળ ધુઓ.એક વખત આમ કરવાથી વાળમાં ઘણો ફરક પડી જશે. સાથે જ તમારા વાળમાંથી ઓઇલ દૂર થશે.

Leave a Reply