વાસ્તુ અનુસાર આ વસ્તુઓને ઉધાર આપવાથી કે લેવાથી જીવન થઈ જાય છે અસ્તવ્યસ્ત

અમદાવાદઃ ઉર્જા એટલે કે એનર્જી વિશે તો તમે સાંભળ્યું જ હશે અને વાંચ્યું પણ હશે. આ પોઝિટિવ અને નેગેટિવ બંને હોઇ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં આ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. તેના અનુસાર એનર્જીની જીવન પર બહુ અસર થાય છે. એટલું જ નહીં, વાસ્તુમાં કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કોઇને આપતાં કે કોઇ પાસેથી લેતાં પહેલાં વિચારી લેવું જોઇએ. પરંતુ જો તમે કોઇ પાસેથી ઉધાર લેવા ઇચ્છતા હોય તો-તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. નહીંતર ઉછીની આ વસ્તુઓ તમારા જીવનને હાલક-ડોલક કરી શકે છે.

ઉછીની લીધેલી આ વસ્તુઓ લાવે છે દુર્ભાગ્ય
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય બીજાનાં કપડાં પહેરવાં ન જોઇએ અને પોતાનાં કપડાં કોઇને આપવાં પણ ન જોઇએ. કહેવાય છે કે, તેનાથી બીજાંની નેગેટિવ એનર્જી આપણી અંદર જતી રહે છે. એટલે હંમેશાં આ આદત ટાળવી. જો ક્યારેય કોઇ મહત્વના કામથી કે શુભ કાર્ય માટે જઈ રહ્યા હોય તો-તો ભૂલથી પણ બીજાંનાં કપડાં ન પહેરવાં જોઇએ. તેનાથી દુર્ભાય આવે છે. બનતાં કામ બગડે છે અને મેન્ટલ સ્ટ્રેસ પણ વધે છે.

આ પણ કોઇને ન આપો ઉધાર
વાસ્તુશાસ્ત્ર અનુસાર શંખ દેવી લક્ષ્મીનું પ્રતિક ગણાય છે. એટલે ક્યારેય શંક કોઇને ન આપો અને કોઇની પાસેથી ન લો. માન્યતા અનુસાર, આપણે કોઇને આપણો શંખ આપીએ તો સાથે આપણે તેને આપણી સંપત્તિ પણ આપી દઈએ છીએ. આમ કરવાથી માતા લક્ષ્મી રિસાઇ જાય છે. એટલે ભૂલથી પણ શંખ કોઇને ન આપો. કદાચ સંજોગો વશાત આપણો શંખ કોઇને આપવો પડે તો પાછો લો ત્યારે ગંગાજળથી ધોઇ લો. નહીંતર જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

આને તો ભૂલથી પણ ન આપો ઉધાર, થાય છે ધનનું નુકસાન
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય કોઇની કલમ એટલે કે પેન ઉછીની લો તો તેને તરત જ પાછી આપી દો. ઘણીવાર આપણે કોઇની પેન લઈને તેને પાછી આપવાની ભૂલી જતા હોઇએ છીએ. જેનાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ વધી જાય છે. સાથે-સાથે રોકાણ સંબંધિત બાબતોમાં પણ ધનનું નુકસાન થાય છે. એટલે ધ્યાન રાખો કે, જો કોઇ કામથી કોઇની પાસેથી પેન લેવી પડે તો તરત જ પાછી આપી દો.

કોઇની પણ સાથે ન કરો શેર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય કોઇ બીજાના બેડરૂમનો ઉપયોગ કરવો ન જોઇએ. માન્યતા છે કે, આનાથી વાસ્તુદોષ વધે છે. તેનાથી વ્યક્તિના જીવનમાં બધી તરફ નિરાશા આવે છે. સાથે-સાથે ધન સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ઓફિસ હોય કે પછી પરિવાર, દુનિયામાં બધે વાદ-વિવાદ થતા રહે છે. આખુ જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.

Leave a Reply