જો સવારે ઉઠ્યા પછી તરત જ કર્યું આ કામ, તો 50 વર્ષે પણ 30ના દેખાશો તે નક્કી

ઉંઘીને ઉઠ્યા પછી ચહેરો થોડો સોજેલો દેખાય છે. કેટલીકવાર ચહેરા પર નાના પિમ્પલ્સ પણ આવે છે. તાણ, ખોટી સુવાની રીત અને કેટલીક વખત અમુક ખોરાકની એલર્જી પણ પિમ્પલ્સનું કારણ બની શકે છે. એટલે જ સવારે ચહેરા પર ઠંડા પાણીનો છંટકાવ તમને ત્વચાની અનેક સમસ્યાઓથી રાહત આપી શકે છે. ચાલો જાણીએ ઠંડા પાણીથી ચહેરો ધોવાથી શું થાય છે.

 


જેમ ચહેરા પર આઇસ ક્યુબને લગાવવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેવી જ રીતે ઠંડા પાણીથી ચહેરો ધોવાથી પણ ઘણા ફાયદાઓ મળે છે. આ પ્રયાયોગ તમારી ત્વચાને ટાઈટ બનાવે છે, જેથી તમે યુવાન દેખાશો. ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ફાઇન લાઇન અને ચહેરાની કરચલીઓ ઓછી થાય છે.

ચહેરો ચમકદાર બને છે
ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ત્વચા એકદમ તાજી અને ફ્રેશ બને છે. થોડું ઠંડુ પાણી તમારી ત્વચાની કાયાકલ્પ કરી શકે છે અને તમને વધુ એનર્જેટિક અને યુવાન બનાવે છે. ઠંડા પાણીથી લોહીનું પરિભ્રમણ તીવ્ર બને છે, જેના કારણે ચહેરો ગ્લો કરે છે.

ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ખુલ્લા છિદ્રો બંધ થાય છે. તમારા ચહેરાને ગરમ પાણીથી ધોયા પછી, તે છિદ્રોને બંધ કરવા માટે તેના પર થોડું ઠંડુ પાણી છાંટો. આંખોમાં ઠંડુ પાણી લગાવવાથી આંખોને પણ ઠંડક મળે છે.

ત્વચા ટાઈટ બને છે
ઠંડુ પાણી સૂર્ય કિરણોના નુકસાનકારક પ્રભાવોને દૂર કરે છે. ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ત્વચા ટાઈટ બને છે. અને સૂર્યપ્રકાશની હાનિકારક અસરો પણ ઓછી થાય છે. .

Leave a Reply