તમાકુ ખાવાથી દાંત પીળા પડી ગયા હોય તો, અજમાવી જુઓ આ એકદમ સરળ દાદીમાના ઘરઘથ્થુ નુસખા

અમદાવાદઃ દુનિયાભરમાં ઘણા લોકો છે જેઓ તમાકુનું સેવન કરે છે તો ઘણા લોકો એક સમયે આ ખરાબ આદતને છોડી પણ દે છે, પરંતુ પછી પીળા પડી ગયેલા તેમના દાંત ફરી પહેલાં જેવા સફેદ નથી દેખાતા. આ સ્થિતિમાં તમાકુ છોડ્યા બાદ તમે જો મોતી જેવા સફેદ દાંત ફરી પાછા મેળવવા ઇચ્છતા હોય તો, અહીં જણાવેલ કેટલાક ઘરઘ્થ્થુ ઉપાયો અજમાવી શકો છિ.


કોલસાથી કરો સાફ
જો તમે કુદરતી ઉપાયોથી જ દાંતને સાફ કરવા ઇચ્છતા હોય તો લાકડાં બળે પછી જે કોલસો બને તેને દળીને પાવડર બનાવી દો. ત્યારબાદ તેને આંગળી પર લઈને દાંત પર ઘસો. આમ કરવાથી દાંત પરની પીળાશ ચોક્કસથી દૂર થશે.


હીંગનો ઉપયોગ કરો
દાંતને સફેદ કરાવા તમે રસોડામાં રહેલ હીંગનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમારે વધારે કઈં કરવાની જરૂર નથી. બસ હીંગને પાણીમાં ઉકાળી તેને ઠંડુ પાડી દો અને દિવસમાં બે વાર આ પાણીથી કોગાળા કરો. આ નુસખાથી દાંતમાં દુખાવો થતો હશે તો તે પણ ઓછો થશે.


મીઠું અને સરસોનું તેલ
મીઠાથી દાંત સાફ કરવાનો ઉપાય બહુ જૂનો છે. આ માટે મીઠામાં બે-ત્રણ ટપકાં સરસોનું તેલ મિક્સ કરી દાંત સાફ કરવા, દાંત ચમકાવા લાગશે.


મીઠાથી સાફ કરો
દાંતને સુંદર બાનાવવા માટે એક લીંબુના છોતારામાં એક ચમચી મીઠું લઈ દાંત પર ઘસો, તેનાથી દાંત પરના ડાઘ નીકળી જશે. લીંબુમાં વિટામિન સી હોય છે અને મીઠું આયુર્વેદ અનુસાર ગંદકી સાફ કરે છે, એટલે દાંત માટે અદભુત ગણાય છે.

ગાજરનું સેવન કરો
ગાજરથી પણ દાંતના ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ મળે છે કારણકે ગાજરમાં રહેલ રેસા દાંતની સારી રીતે સફાઇ કરે છે. દાંતના ખૂણાઓ પર જામેલ ગંદકી સાફ કરવામાં મદદ કરે છે.


હળદરનો અચૂક ઉપાય
આ ઉપાય પણ બહુ કારગર સાબિત થઈ શકે છે. હળદરમાં સરસોનું તેલ અને મીઠુ મિક્સ કરી દાંત પર મંજનની જેમ ઘસવાથી દાંતની પીળાશ દૂર થઈ શકે છે, જો તમારા દાંત પીળા થઈ ગયા હોય તો, આ ઉપાય ખૂબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Leave a Reply