શિયાળામાં જો આટલી વાતોનું નહિ રાખો ધ્યાન, તો પડી જશે લેવાના દેવા

ઠંડી આવે એટલે આપણે દરેક લોકોની આસપાસ ફૂલ ગુલાબી વાતાવરણ થઇ જતું હોય છે. ભૂખ વધારે લાગે છે અને વ્યાયામ કરવાની ઇચ્છા નથી થતી, જો ધ્યાન ન આપવામાં આવે તો શરીરમાં ચરબી અને ચહેરા પર પિમ્પલ વધી જવાની શક્યતાઓ રહે છે. માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી આ સમસ્યાઓ દૂર રહેશે.


પથારીમાં કરસત કરો : સવારે જ્યારે તમારી આંખ ખુલે અને તમે પથારીમાંથી ઉભા થવાના હો ત્યારે તમારા શરીરને તંગ કરો અને પછી ઢીલુ છોડો. ચાર- પાંચ વખત આ પ્રક્રિયા કરો. આમ કરવાથી શરીરમાં ગરમી વધશે, શરીરને ઉર્જા મળશે. જો તમારી પાસે સમય હોય તો એક જ જગ્યાએ ઉભા રહીને થોડો સમય જોગિંગ કરો. આમ કરવાથી શરીરમાં ચુસ્તી અને સ્ફુર્તિ આવશે અને તમારા નેક્સ્ટ કામ ફટાફટ થઇ જશે.

બેસનથી સ્નાન : સ્નાનમાં સાબુને વધુ મહત્ત્વ ન આપો. કોઇ પણ ઉબટન લગાવો. હાથ, પગ, ઘુંટણ, પીઠ અને ગરદનને ઉબટનથી રગડો ત્યારબાદ નાહી લો. ત્યારબાદ સોફ્ટ ટોવેલથી શરીર લુછો. આ પ્રકારના સ્નાનથી તાજગી, ચુસ્તી અને ગરમી અનુભવાશે. ખુબ ખાવ, પરંતુ પૌષ્ટિક ઠંડીમા ભુખ વધુ લાગે છે અને ભુખ્યા પેટમા ઠંડી વધુ લાગે છે. સવારની શરુઆત પૌષ્ટિક નાસ્તાથી કરો. જમવામાં ભરપુર ઉર્જા આપે તેવું ભોજન કરો. તેમાં પ્રોટીન, પનીર, દુધ, અનાજ, બટાકા, તાજા ફળો, લીલા શાકભાજીનું સેવન કરો. ગરમાગરમ સુપ પીવો પણ અત્યારે સારો ગણાય છે.


ગરમ કપડાં રેગ્યુલર : મોસમ પ્રમાણે કપડાંની પસંદગી કરો. ઠંડીથી બચવાની શ્રેષ્ઠ રીત છે એક જ ભારે ભરખમ ગરમ કપડાંના બદલે પાતળા પરંત ગરમ હોય તેવા વધુ ગરમ કપડા પહેરો. અંદરના કપડા કોટન હોય તો વધુ સારું. મોજા પહેરવાથી અકળાવ નહીં. તેનાથી ઠંડી સામે રક્ષણ મળશે. તમને આરામ મળશે અને ત્વચાની સુરક્ષા પણ થશે.

ચાલવાની ટેવ પાડો : જો તમારે નજીકના કોઇ સ્થળે જવું હોય તો ચાલીને જાવ. આસપાસમાં કોઇ વસ્તુ ખરીદવા કે પછી તમારી ઓફિસ નજીક હોય તો શક્ય હોય તો પગપાળા જાવ. તેનાથી રક્ત સંચાર વધશે અને ઠંડી ઓછી લાગશે. આ સીઝનમાં લિફ્ટનો પ્રયોગ ઓછો કરો. દિવસમાં બે-ચાર વાર સીડી અવશ્ય ચઢો. તેનાથી શરીરને વ્યાયામ મળશે અને ગરમી પણ મળશે. જ્યારે પણ સમય મળે ચાલો. બહાર ન જવું હોય તો ફાસ્ટ ચાલે ઘરમાં ચાલો.


મોઇશ્વરાઇઝર : મોઇશ્વરાઇઝર ગરમીના દિવસોનો સાથી છે. આ દિવસોમાં ઠંડી હવાઓની સાથે તડકાની પણ તમારી ત્વચા પર અસર થાય છે. કોલ્ડ ક્રીમની સાથે મોઇશ્વરાઇઝરનો પણ પ્રયોગ કરો. ત્વચાનો ભેજ જાળવી રાખવા માટે પેટ્રોલિયમ, લેનોનિન, મિનરલ ઓઇલ અને ગ્લીસરીનનો પ્રયોગ કરો. આ ભેજ આપતા તત્વો ત્વચાની રક્ષા પણ કરશે.

Leave a Reply